વાવાઝોડા અંગે સૌથી મોટા સમાચાર, સાંજે નહીં પણ રાત્રે એટલા વાગ્યે ટકરાશે અને ગુજરાતમાં તબાહી મચાવી દેશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

બિપરજોય વાવાઝોડાને લેન્ડફોલ થવામાં થોડો વધારે સમય લાગી શકે છે, એટલે કે દરિયા કાંઠે થોડું મોડુ ટકરાશે. બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ મોડી સાંજે અથવા રાત્રે થાય તેવી શક્યતા હાલમાં હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે. વાવાઝોડાનું લેન્ડફોલ સાંજે ચાર વાગ્યે નહી પરંતુ આજે રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે થઈ શકે છે. લેન્ડફોલ સમયે 115થી 130 કિ.મીની ઝડપે પવન ફુંકાઈ શકે છે અને ભારે તબાહી પણ મચાવી શકે છે.

વાવાઝોડા પહેલા ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. સરકારે બહાર પાડેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 115 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો, કેશોદમાં પોણા 2 ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ, ખાંભા, કલ્યાણપુર, જામકંડારણામાં એક ઈંચ વરસાદ, માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

lok patrika biparjoy cyclone update

મુખ્યમંત્રીએ પણ એક બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા. રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો

બિપરજોય વાવાઝોડાના રેડ એલર્ટ વચ્ચે આ છે રેલવેનો એક્શન પ્લાન, ઘણી ટ્રેનો રદ, જુઓ યાદી

14 દેશો, બે લાખ લોકોના મોત અને ચારેકોર વિનાશ… 19 વર્ષ પહેલા સુનામીની તબાહી જોઈને પણ સહન નહીં થાય

કંડલા અને મુન્દ્રા પોર્ટ ખાલી કરાવાયા! ગાંધીધામ સહિત કચ્છના અનેક ગામો ઝડબેસલાક બંધ, લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે ૯ થી ૧૦ કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ ૧૧૫-૧૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાની માત્ર ગતિ ઘટી છે પરંતુ સંકટ હજુ ટળ્યું ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી તકેદારી રાખવામાં આવી રહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly