ભોજપુરી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખેસારી લાલ યાદવ સાથે કામ કરી ચુકેલી એક્ટ્રેસ નેહા મલિક પોતાની બોલ્ડનેસ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. તેની કેટલીક તસવીરો હેડલાઇન્સ બની રહી છે. આવી સ્થિતિમાં હવે તેના બિકીની લુકે ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.
પંજાબીથી લઈને ભોજપુરી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી તે પોતાની બેક ટુ બેક તસવીરો શેર કરી રહી છે.
આ તસવીરોમા તે દરિયા કિનારે બિકીનીમાં જોવા મળી રહી છે. તેના આ લુકને જોઈને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
નેહા મલિકે ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટા શેર કર્યા અને લખ્યું, ‘સન્ડે બ્લૂઝ’. અભિનેત્રીના ફોટા શેર કર્યા પછી, લોકો તેની તસવીરને ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.
નેહાને બિકીનીમાં જોઈને એકે લખ્યું, ‘કોરોના પણ તમને જોઈને ભાગી જાય એટલા હોટ છો તમે! બીજાએ લખ્યું, ‘કયામત જુઓ યાર’. ત્રીજાએ લખ્યું, ‘સ્ટનિંગ બ્યુટી’. આ સાથે અન્ય એક યુઝરે લખ્યું, ‘મારી પરીક્ષા છે વાંચવા દો’.
તસવીરોમાં નેહા મલિકના લુકની વાત કરીએ તો તે બિકીનીમાં છે અને સાથે તેણે કાળા ચશ્મા અને ટોપી પહેરી છે. જ્યાં ફેન્સ નેહા મલિકના ફોટા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક યુઝર્સ એવા છે જેઓ તેમના આ લુકની નિંદા અને અભદ્ર કમેંન્ટ કરી રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરીને ફેન્સને દિવાના બનાવ્યા હોય. આ પહેલા પણ તે તસવીરો શેર કરી ચુકી છે.
એકવાર તે પેન્ટની ઝિપ ખોલીને ફોટોશૂટ કરાવવા માટે ટ્રોલ થઈ ચૂકી છે.
નેહા મલિક ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ સાથે મ્યુઝિક વિડિયો ‘તેરે મેરે ડર્મિયાં’માં જોવા મળી હતી, પરંતુ આ પહેલા તે પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે.
તે ગુલાબી, કરતા પાયજામા, મુસાફિર 2022 અને સખિયાં જેવા ઘણા લોકપ્રિય મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.
આ સિવાય નેહા મલિકે ફિલ્મ ‘ભંવરી કા જલ’માં પણ કામ કર્યું છે. આ તેની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી, જે 2016માં રિલીઝ થઈ હતી. આમાં તેની એક્ટિંગ અને એક્સપ્રેશનને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.