બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બીજી વખત કોરોના થયો છે. તેમના ઘરે જ હાલ સારવાર ચાલી રહી છે. બિગ બી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ફેન્સને સતત અપડેટ્સ આપી રહ્યા છે. બચ્ચન સાહેબે હવે એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા બિગ બીએ જણાવ્યું કે તેઓ કોવિડમાં કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
બચ્ચન સાહેબે તેમના નવા બ્લોગમાં કોવિડમાં આવી રહેલી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. બિગ બીના બ્લોગ અનુસાર નવા સ્ટાફને વસ્તુઓ સમજાવવામાં મુશ્કેલી પડી રહી છે. આ જ કારણ છે કે અમિતાભ બચ્ચને પોતાના તમામ કામ જાતે કરવા પડે છે. સિનિયર બચ્ચન લખે છે, કોવિડ થયા પછી હું મારું બધું કામ જાતે કરી રહ્યો છું. હું લોન્ડ્રી કરું છું. હું ફ્લોર સાફ કરું છું. હું જાતે જ ટોયલેટ સાફ કરું છું.
બિગ બી આગળ લખે છે કે હું મારી આસપાસના તમામ સ્વિચને હુ જાતે જ ચાલુ અને બંધ કરું છું. હું ચા અને કોફી પણ બનાવું છું. આ બધા કામની વચ્ચે તે તમામ લોકો સાથે ફોન કોલ પર પણ જોડાયેલ છુ. આ સિવાય લેટર પણ ડ્રાફટ કરુ છુ. આ સમયે બિગ બી પાસે કોઈ નર્સ પણ નથી. એટલા માટે તેઓએ પોતાની દવાઓ જાતે જ લેવી પડે છે.
કોવિડ હોવાના કારણે અમિતાભ બચ્ચન ચોક્કસપણે થોડી મુશ્કેલીમાં છે. પરંતુ તેઓ દરેક કામ કરવામાં આનંદ અનુભવે છે. બિગ બીએ લખ્યું છે કે આ ખૂબ જ મજેદાર અને આત્મસંતોષકારક અનુભવ છે. આ કારણે તે તમામ કામ સ્વતંત્ર રીતે કરી રહ્યો છે. હવે તેઓ કોઈપણ કામ માટે કર્મચારીઓ પર નિર્ભર નથી. આ દરમિયાન અમિતાભ બચ્ચનને પણ એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે તેમના કાર્યકરોને દિવસભર ઘણું કામ કરવું પડે છે. જેનો તેઓ આદર કરે છે. બિગ બી પહેલા જ આ વાત કહી ચૂક્યા છે કે આપણે બધાએ આપણા કર્મચારીઓનું સન્માન કરવું જોઈએ. આશા છે કે બિગ બી જલ્દી સ્વસ્થ થઈ જશે અને જોરદાર વાપસી કરશે.