Gujarat news: બુટલેગરો ગુજરાતમાં બેફામ બન્યા છે એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે વધારે એક ઘટના અમદાવાદમાં બની છે. આ વખતે બુટલેગરોએ એ પત્રકાર પર હુમલો કર્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હવે આખા રાજ્યમાં દરેક તાલુકે જિલ્લે પત્રકારો આવેદન પત્ર આપી કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે. શહેરમાં નારોલ પેટ્રોલ પમ્પ પાસે બુટલેગરોએ જેટલપુરના રહીશ અને સામાજિક કાર્યકર અને પત્રકાર પર લોખંડની પાઇપ વડે માથા અને પગના નળા ઉપર હુમલો કર્યો હતો. વિગતો મળી રહી છે કે હુમલાના લીધે પીઢ પત્રકાર વિષ્ણુભાઈને માથામાં દસ ટાકા આવ્યા છે. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં બુટલેગર, તેના પુત્ર સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
અમદાવાદ ગ્રામ્યમાં જાણે પોલીસનું અસ્તિત્વ જ હોય તેમ હવે બુટલેગર બેફામ બની ગયા છે. પત્રકાર ઉપર જીવલેણ હુમલાના બનાવના પગલે સમગ્ર રાજ્યના પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત વિવિધ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા આ હુમલાને વખોડી કાઢવામાં આવ્યો છે. અને ખુલ્લેઆમ દારૂ વેચતા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ શહેરોમાં પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ઘટના કઈ રીતે બની ?
ઘટના બનવા વિશે માહિતી મળી રહી છે કે જેતલપુર જેઠવા ફળીમાં રહેતા પીઢ પત્રકાર વિષ્ણુભાઈ આશારામભાઈ રાવલ રવિવારે જેતલપુર તેઓના મિત્ર સુરજીતસિંઘના પ્રકાશ પેટ્રોલ પમ્પ ઉપર બેઠા હતા. ત્યારે જ જેતલપુર ગામનો વિનોદ ચુનારા, તેનો દીકરો પપ્પુ તેમજ એક અજાણ્યો ઇસમ ત્યાં આવી વિષ્ણુભાઈને કહ્યું કે તું મને કેમ ધંધો કરવાની ના પાડે છે.
જો કે જોવા જેવી વાત એ હતી કે આટલું કહીને ગુંડાઓ અટક્યા નહીં પણ ઉપરથી કહી ગંદી ગાળો આપી. પીઢ પત્રકાર વિષ્ણુભાઈ ઉભા થઇ પાસેના ભૈરવનાથ ઢાબા પાછળ જતા જ હતા ત્યાં જ વિનોદ ચુનારા, તેનો દીકરો અને સાગરીત ત્રણેય આવી ઝગડો કરવા લાગ્યા. પછી ઘટનાએ મોટું રૂપ ધારણ કર્યું અને વિનોદ ચુનારાએ લોખંડની પાઇપથી માથામાં હુમલો કર્યો હતો. આ ઉપરાંત બરડાના ભાગે પણ ઈજા થઈ અને શરીર આખું લોહી લુહાણ થઇ ગયા હતા. વિનોદના દીકરા અને સાગરીતે ડંડા વડે અને ગડદા પાટુનો માર માર્યો હતો.
રામ મંદિર પર ભયંકર ભૂકંપની પણ અસર નહીં થાય, આ ખાસ ટેક્નોલોજીથી તમને 24 કલાક પહેલા જ બધી ખબર પડી જશે
હાલમાં પોલીસે આ આ અંગે ત્રણ શખસ સામે ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. પત્રકારોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સંગઠનોનું કહેવું છે કે આવા હુમલા જરાય સાંખી નહીં લેવાય. દરેક જિલ્લામાં અને તાલુકામાં આવેદન પત્રો પણ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.