India News: રાત્રે દોઢ વાગ્યે જુનાગઢની જેમ અહીં પણ વાદળ ફાટ્યું, 2 ઘર તણાયા, એક જ પરિવારના 7 લોકોના મોતથી હાહાકારહિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર છે. અહીં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે અને સોલન જિલ્લાના કંડાઘાટ ઉપ-વિભાગના મામલિગ ઉપ-તહેસીલના જાડોન ગામમાં રાત્રે 1.30 વાગ્યે વાદળ ફાટવાને કારણે બે ઘરો અને એક ગોવાળ ધોવાઈ ગયા છે. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના સોલન જિલ્લાના કંડાઘાટમાં સામે આવી છે. અહીં મામલીગ ગામમાં વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવ્યું અને બે ઘરો વહી ગયા. આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. પરિવારના બે સભ્યો રિતુ રામ અને કમલેશને બચાવી લેવામાં આવ્યા છે. કુલ સાત લોકોના મોત થયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ વાદળ ફાટ્યું છે ત્યાં બંને બાજુથી રસ્તો તૂટી ગયો છે અને તેના કારણે રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે રેસ્ક્યુ ટીમ પગપાળા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી ચાર મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
કાટમાળમાંથી એક નાની બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આ તમામ એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવે સરકાર ઓનલાઇન સસ્તી ડુંગળી વેચશે, ભાવ કાબૂમાં રહે એટલે તાત્કાલિક નિર્ણય કર્યો
શાકભાજી વેચતા અને બાંધકામ કરતા મજૂર બન્નેના ખાતામાં આવ્યા કરોડો, તપાસ કરી તો પોલીસની આંખો ફાટી ગઈ!
બીજી તરફ, સોલન જિલ્લાના પરવાનુ પાસે ચક્કી મોડ પર ભૂસ્ખલનને કારણે આ ચંદીગઢ કાલકા શિમલા હાઈવે બંધ થઈ ગયો છે. અહીં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે.