BREAKING NEWS: 22 જાન્યુઆરીએ ગુજરાતની તમામ સરકારી શાળાઓ રજા જાહેર, તમામ જિલ્લા શિક્ષણાધિકારીને કર્યા નિર્દેશ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સરકારે  રાજ્યની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં હવે 22 જાન્યુઆરીએ પણ ગુજરાત સરકારે રાજ્યની તમામસરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી આ મામલે નિર્દેશ કર્યો છે.

રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ગુજરાત સહીત દેશભરમાં ઉજવણીનો માહોલ છે ત્યારે હવે ગુજરાતની શાળાને લઈ પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. જેમાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 22 જાન્યુઆરીએ રાજ્યની સરકારી શાળાઓ બપોર સુધી બંધ રાખવા નિર્દેશ કરાયો છે. નોંધનિય છે કે, પહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 22મી જાન્યુઆરીએ યોજાનાર તમામ પરીક્ષા મોકૂફ કરી હતી.


Share this Article
TAGGED: