National News: મમતા બેનર્જીની કારનો અકસ્માત થયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી આજે એટલે કે કે 24 જાન્યુઆરીના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. જેના કારણે તેને સામાન્ય ઈજા થઈ છે. મમતા બેનર્જીની કાર અન્ય વાહનને ટક્કર ન મારે તે માટે અચાનક જ રોકી દેવામાં આવી હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.
એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, મમતા બેનર્જી જે ડ્રાઈવરની બાજુમાં આગળ બેઠેલી હતી, તેમનું માથું વિન્ડસ્ક્રીન સાથે અથડાતાં ઈજા થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે બેનર્જી રોડ માર્ગે બર્ધમાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા. સૂત્રોએ એએનઆઈને જણાવ્યું હતું કે સીએમના કાફલાની સામે બીજી કાર આવતાં જ તેણીની કારે તરત જ બ્રેક લગાવી દીધી હતી.
Bengal CM Mamata Banerjee suffers injury after her car halts suddenly to avoid collision with vehicle: Officials
— Press Trust of India (@PTI_News) January 24, 2024
કારને અકસ્માત નડતાં માથામાં સામાન્ય ઈજા થઈ હતી. મમતા બેનર્જી રાજ્યની રાજધાની કોલકાતા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અને તેમની ઈજાઓ વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.