ઉત્તર-પૂર્વી અરબી સમુદ્રમાં સર્જાયેલુ અને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારૂ બિપરજોય વાવાઝોડાનો અત્યાર સુધીમાં ક્યારેય ના જોવાયેલો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)એ તાજેતરમાં જ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા બિપરજોય ચક્રવાતના ફૂટેજ જારી કર્યા છે. યુનાઇટેડ આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ તાજેતરમાં અવકાશમાં ISSથી અરબી સમુદ્ર પર ભયંકર ચક્રવાત બિપરજોયના મંત્રમુગ્ધ કરનાર ફૂટેજ શેર કર્યા પછી ટ્વિટર પર ખૂબ જ તોફાન મચાવ્યું હતું.
વાયરલ વિડિયોમાં નેયાદી તેના કેમેરાને જમીનથી સમુદ્ર સુધી પૅન કરે છે, જે સમુદ્ર પર વાદળોનું વિશાળ આવરણ દર્શાવે છે. જેમ જેમ ISS પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તેમ તેમ અરબી સમુદ્ર પરના સફેદ વાદળો જાણે ધીમે ધીમે માર્ગ આપત અહોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં બિપરજોયના ભયાનક વમળો છેક અનેક કિલોમીટર ઉપર અવકાશમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાયછે. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરથી ચક્રવાતનું દ્રષ્ય જાણે કે કોઈ કપાસના રૂ નો ઢગલો હોય તેમ સફેદ સફેદ દેખાઈ રહ્યું છે. જાણે કે, ચક્રવાતના કેન્દ્ર તરફ ખરબચડી પર્વતમાળાઓ હોય.
Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.
The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀
Stay safe, everyone! pic.twitter.com/dgr3SnAG0F
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023
આ વીડિયો અને તસવીરોમાંથી સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, વાવાઝોડાનો ઘેરાવ કેવો અને કેટલો છે. તેવી જ રીતે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ચક્રાવાતનો ઘેરાવ કેટલો વિશાળ છે. તેમાં સર્જાતા ચક્રવાતી વમળો પણ ભયાનક છે. ચક્રવાત ધીમે ધીમે કઈ રીતે આગળ વધી રહ્યું છે અને દરિયાકાઠાં સાથે ટકારાતા કઈ હદે વિનાશ વેરશે તેની ભયાનકતા દર્શાવે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી જાહેર કરવામાં આવેલા બિપરજોય ચક્રવાતની આ પહેલી અવકાશી તસવીર અને વીડિયો છે. જેનાથી ચક્રવાતની ભયાનકતાની સાચી તસવીર સામે આવી છે. અત્યાર સુધી તો માત્ર અંદાજ જ લગાવવામાં આવતો હતો કે બિપરજોય ચક્રવાત કેવું છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દ્વારા જાહેર કરાયેલા બિપરજોય ચક્રવાતના વીડિયોમાં મહત્વની વાત એ છે કે, ચક્રવાતની આંખની આસપાસ ભયાનક નજારો છે. હજારો લીટર પાણી ચક્રવાતના મોજા સાથે ઉડી રહ્યું છે. ચક્રવાતની આ આંખનો ઘેરાવ અનેક કિલોમીટરનો હોઈ શકે છે તે આ વીડિયો પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વીડિયોમાં ચક્રવાતની આસપાસ ભયાનક વમળો જોઈ શકાય છે. જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, આ ચક્રવાત કઈ હદનું ભયાનક છે. જો 400 કિલોમીટર અવકાશમાંથી આટલો ભયાનક નજારો હોય તો જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકારાશે ત્યારે તે કઈ હદનું ભયાનક સ્વરૂપ ધારણ કરશે તેનો અંદાજ લગાવવો જ મુશ્કેલ છે. બિપરજોયે લગભગ બે અઠવાડિયા અરબી સમુદ્રમાં ભેજ અને શક્તિ મેળવવામાં વિતાવ્યા છે, જે પૂર્વ ભારતીય કિનારે અથડાવાની રાહ જોઈ રહ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે સિસ્ટમના પવનની ભયાનક તાકાત સાથે આગળ વધવાનું શરૂ કરી દીધું છે.
2006માં નાસાના અવકાશયાત્રી જેફ વિલિયમ્સે અલાસ્કાના ક્લેવલેન્ડ જ્વાળામુખીમાંથી નીકળતી 6-કિલોમીટર-ઉંચી રાખના પ્લુમને પકડ્યો હતો. જ્યારે આવી ઘટનાઓ કેટલીકવાર અવકાશમાંથી ખૂબ જ શાંત લાગે છે પરંતુ ઘણીવાર પૃથ્વી પર તે એક ભયાનક દૃશ્ય હોય છે. નેયાડી અને વિલિયમ્સ જેવા અવકાશયાત્રીઓ હવામાનશાસ્ત્રીઓને વધુ આંતરદૃષ્ટિ મેળવવામાં અને ઘટનાને વધુ સારી રીતે ટ્રૅક કરવામાં મદદ કરવા માટે અવકાશમાંથી બિપરજોય જેવી હવામાન પ્રણાલીઓનું વારંવાર નિરીક્ષણ કરે છે. જેથી પૃથ્વી પર આપણી સજ્જતાને મદદ મળે.