50 દિવસથી વડોદરાની જુડવા દીકરીઓ રહસ્યમય રીતે ગુમ મામલે કેલિફોર્નિયા કનેક્શન, પિતાએ CMને કહ્યું- મારી દીકરી શોધી આપો

Lok Patrika
By Lok Patrika
Share this Article

એક એવો કિસ્સો જે સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય, છતાં ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના પેટનું પાણી ન હલતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વડોદરાના હરણી વિસ્તારની 50 દિવસ પૂર્વે ગુમ થયેલી કોલેજિયન બે જુડવા બહેનો મળી ન આવતાં પરિવારજનો હજુ પણ ચિંતાતુર છે. છેલ્લા પંદર દિવસથી ક્રાઇમ બ્રાન્ચ બે જુડવા બહેનોની તપાસ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જોડિયાં બહેનોની શોધખોળ માટે કેલિફોર્નિયાથી તેઓના વોટ્સએપ ડેટા મંગાવ્યા છે. પરંતુ 50 દિવસથી ગુમ દીકરીઓની હજુ કોઇ જ ભાળ મળતી નથી, ચિંતિત પિતાએ આજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્યને “મારી દીકરીઓ શોધી આપો” તેવી અપીલ કરી છે, જો કે હજુ પણ કોઈ અપડેટ સામે આવે કે કેમ એમાં પરિવારને દ્વિધા છે.

વડોદરાની સારિકા અને શીતલ નામની બે દીકરીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ અને પરિવારજનો દીકરીઓની શોધખોળમાં લાગ્યા છે. પરંતુ બે મહિના જેવો સમય થવા આવનાર છે આમ છતાં હજુ સુધી દિકરીઓનો કોઈ અત્તોપત્તો ન લાગતા પિતાએ મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને મહિલા ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી છે. પિતા ચીમનભાઇ વણકરે આ વિશે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, મારે 23 વર્ષની બે દીકરીઓ શીતલ અને સારીકા છે. જેમાં મોટી દીકરી સારીકા એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.એનો અભ્યાસ કરે છે જ્યારે નાની દિકરી શીતલ એસએનડીટી કોલેજમાં બી.એનો અભ્યાસ કરે છે.

પિતાએ આગળ વાત કરી કે 17-02-2023નાં દિવસે તેઓ સવારે 10 વાગ્યે કોલેજ જવાનું કહીને નિકળી હતી પરંતુ સાંજે 4 વાગ્યે પરત ન ફરતા ફોન દ્વારા શોધ શરૂ કરી હતી.પરંતુ તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો જેથી મારા નાના દીકરાને જાણ કરી હતી. મારા દીકરા સાથે અમે એમ.એસ.યુનિવર્સિટીમાં તપાસ કરી હતી. પરંતુ ન મળતા તે જ દિવસે 6 વાગ્યે અમે હરણી પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યા અમને કહેવામાં આવ્યુ કે છોકરીઓ એમ.એસ.યુનિવર્સિટીમાંથી ગુમ થઇ છે તો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરો.

ત્યારબાદ પિતા જણાવે છે કે અમે દીકરી ગુમ થયાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને દીકરીઓની શોધખોળ માટે પોલીસે જ્યાં કહ્યુ ત્યાં અમે સાથે ગયા છીએ.અમને જ્યાં શંકા લાગતી હતી તેની પણ જાણ કરી છે. સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા જેમાં મારી દીકરી કાલાઘોડા સર્કલથી ઉતરીને એમ.એસ.યુનિવર્સિટી તરફ જાય છે તે મે જોયુ છે. ત્યાર પછીના મને કોઇ ફુટેજ બતાવવામાં આવ્યા નથી. આ મામલે ક્રાઇમ બ્રાંચ ગુમ જોડિયાં બહેનો સારિકા અને શીતલની ભાળ મેળવવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યું છે.

લાગે છે ભાજપના દિગ્ગજ નેતાએ મગજ મૂકી દીધું, છોકરીઓના કપડાને લઈ આપ્યું એકદમ વાહિયાત નિવેદન, કહ્યું- ગંદા કપડાં….

‘તારી જીભ કાપી નાખીશ…’, રઘવાયા થલેયા કોંગ્રેસ નેતાએ રાહુલને સજા સંભળાવનાર જજને આપી જાનથી મારી નાખવાની ધમકી

100 કરોડનું ઘર, 7 કરોડની વેનિટી વેન, પુષ્પા પછી અલ્લુ અર્જુન બન્યો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા, ફીમાં 4 ગણો વધારો

ક્રાઇમ બ્રાંચે ગુમ થયેલી બંને બહેનોના વોટ્સએપ ડેટા મેળવવા માટે કેલિફોર્નિયામાં કાર્યવાહી કરી છે. હજુ વોટ્સએપ ડેટા આવ્યા નથી. જેમાં પોલીસ દ્વારા જોડિયાં સારિકા અને શીતલને તેના પરિવાર તરફથી કોઇ દુઃખ હતું કે નહિં? જ્યારે બંને બહેનો જતી રહી તે દિવસે અથવા તે પૂર્વે તેના પરિવાર દ્વારા કોઇ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો કે કેમ? જેવા વિવિધ એંગલો ઉપર પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly