India News: રસ્તા પર વાહન ચલાવતી વખતે કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે. આમ તો ટ્રાફિક પોલીસ ચલણ ઈશ્યુ કરે છે, પરંતુ શું ટ્રાફિક પોલીસને પણ કાર કે બાઇકની ચાવી કાઢવાનો અધિકાર છે? ભારતમાં રસ્તાઓ પર ચાલતા ડ્રાઇવરોએ મોટર વ્હીકલ એક્ટ હેઠળ બનાવેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. ત્યારે ટ્રાફિક પોલીસ આવા વાહન ચાલકોને ચલણ ફટકારે છે. અને તેમને દંડ કરે છે.
પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ટ્રાફિક પોલીસ તેમને રોકવા માટે ડ્રાઇવરની કાર કે બાઇકમાંથી ચાવી કાઢી લે છે. આવા સંજોગોમાં અનેક લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠે છે કે શું ટ્રાફિક પોલીસ પાસે કોઈ સત્તા છે? કાર અથવા બાઇકમાંથી ચાવી કાઢવાનો…
તો તમને જણાવી દઈએ કે મોટર વ્હીકલ એક્ટના નિયમો હેઠળ ટ્રાફિક પોલીસને કાર કે બાઇકની ચાવી છીનવી લેવાનો અધિકાર નથી. જો કોઈ ટ્રાફિક પોલીસ અધિકારી આવું કરે તો તેની સામે ફરિયાદ દાખલ થઈ શકે છે. જો તમે ઇચ્છો તો, તમે ચાવી બહાર કાઢતા ટ્રાફિક પોલીસનો વીડિયો બનાવી શકો છો. જે બાદમાં તમે પુરાવા તરીકે કોર્ટમાં ફાઇલ કરી શકો છો.
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
જો તમારી ફરિયાદ સાચી હોય તો તે ટ્રાફિક પોલીસ અધિકારી સામે કાર્યવાહી થઈ શકે છે. પરંતુ આ દરમિયાન તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે તે પોલીસવાળા સાથે દલીલ ન કરવી જોઈએ. જો પોલીસ કર્મચારી દસ્તાવેજો બતાવવાનું કહે તો બતાવો.