મેઘરાજાએ ગાંધીનગરની હાલત બગાડી નાખી, જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ભૂવા પડ્યા, વાહનચાલકોનું માથું પાકી ગયું

Lok Patrika Desk
By Lok Patrika Desk
gandhinagar
Share this Article

રાજ્યના પાટનગર એટલે કે ગાંધીનગર શહેરમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર ખાડા પડી ગયા છે. જેમાં સંખ્યાબંધ વાહનો ફસાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા સમયસર ખાડા પૂરવામાં નહીં આવતા સ્થાનિકો દ્વારા જાતે જ સમય સૂચકતા વાપરીને વૃક્ષોની ડાળીઓથી બેરી કેટીંગ કરવાની ફરજ પડી હતી ત્યારે ખાડા પૂરવા માટે તંત્ર આ વિસ્તારોમાં ક્યારે પહોંચે છે તે જોવુ રહ્યું.

gandhinagar

આમ તો ગાંધીનગર શહેરની ગણતરી સ્માર્ટ સિટીમાં કરી દેવામાં આવી છે પરંતુ ચોમાસાની ઋતુ દરમિયાન આ સ્માર્ટ સિટી જોવા જેવી છે. સેક્ટરોમાં પાણી ગટર લાઈન માટે ખોદવામાં આવેલી લાઈન બાદ યોગ્ય પુરાણ નહીં થતાં હાલ આંતરિક માર્ગો ઉપર રીતસર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. સતત પડી રહેલા વરસાદ વચ્ચે નાગરિકોને વાહન લઈને માર્ગો ઉપર પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ગાંધીનગરના સેક્ટર ૨૨ સહિત અન્ય વિસ્તારોમાં આંતરિક માર્ગો ઉપર નાના-મોટા ખાડા અને ભુવા પડી ગયા હતા. જેના પગલે વાહન ચાલકો ફસાઈ જતા અન્ય વાહનોની મદદથી તેને બહાર કાઢવાની નોબત આવી હતી.

ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત

સેક્ટર 22 ગુરુકુળ પાસે સ્કૂલવાન ફસાઈ જતા બાળકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા તો સેક્ટરોમાં વાહન લઈને પસાર થવું પણ હવે જોખમી થઈ ગયું છે. જેના પગલે સ્થાનિકો દ્વારા સમય સૂચકતા વાપરીને આ ખાડા ઉપર વૃક્ષની ડાળીઓથી બેરી કેટીંગ કરવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ સેક્ટરોની સ્થિતિ ખરેખર કથડી ગઈ છે વસાહતીઓ ચોમાસા દરમિયાન ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે શહેરને સ્માર્ટ સિટી બનાવી દેવાયાનો દાવો કરતાં કોર્પોરેશનના અધિકારી પદાધિકારીઓએ સવારથી સાંજ સુધી અલગ અલગ સેક્ટરોની મુલાકાત લેવી જરૃરી છે.


Share this Article