અમદાવાદમાં 7થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી, આવતીકાલે CM રિવરફ્રન્ટ ખાતે કરાવશે શુભારંભ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad Kite Festival: ગુજરાતીઓને મનગમતો તહેવાર એટલે કે ઉત્તરાયણ ફરી નજીક આવી ગયો છે. આ એક માત્ર એવો તહેવાર છે જે તીથિ પ્રમાણે નહી પરંતુ તારીખ પ્રમાણે આવે છે. ત્યારે અમદાવાદમાં આવતીકાલથી જ પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદમાં અમદાવાદમાં ખાતે 7થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતના 865 પતંગબાજે ભાગ લેશે

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભૂજ, આણંદ, ભાવનગર, અમરેલી, દાહોદ, જામનગર, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, કલોલ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, થાનગઢ, સુરેન્દ્રનગર, ભરૂચના સ્પર્ધકોએ પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

55 દેશના 153 પતંગબાજ લેશે ભાગ

અત્રે જણાવી દઈએ કે, આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે. આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે. 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ પણ ભાગ લેશે.

Analysis: 2024માં ભાજપની ટિકિટ કોને મળશે..? કયા રાજ્યોમાં ચાલશે મોદી-શાહની કાતર? સમજો આ 4 મુદ્દાઓ

‘પઠાણ’ અને ‘જવાન’ પછી ‘ડંકી’ શાહરૂખની ત્રીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની, વિશ્વભરમાં કર્યું આટલું કલેક્શન

‘સોના કિતના સોના હૈ…’ ભારતમાં સૌથી વધુ સોનું કોની પાસે છે? 2,26,79,618 કિલોના માલિક કોણ છે?

જેમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના પતંગ બાજો આવેશ. અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની સાથો સાથ હસ્તકલા અને ફૂડસ્ટોલ પણ રાખવામાં આવશે.


Share this Article