Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મચ અવેઇટેડ મેચ 23મી ફેબુ્રઆરીએ રમાશે. આ મેચ કોલંબો કે દુબઈમાં રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ગુરુવારે તે હાઇબ્રિડ મોડલની પુષ્ટિ કરી છે જેમાં ભારત પાકિસ્તાનમાં પોતાની મેચ નહીં રમે. 2027 સુધીની આ જ કહાની છે. ભારત અને પાકિસ્તાન બંને પોતાની મેચ અન્ય તટસ્થ દેશમાં રમશે.
ભારત-પાકિસ્તાનની મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે.
આ ઘટનાથી પરિચિત એક સૂત્રએ ગુરુવારે ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું હતું કે, “ભારત 23 ફેબ્રુઆરી, 2025 ના રોજ તટસ્થ સ્થળે પાકિસ્તાનનો સામનો કરશે. આઇસીસી કોલંબો અને દુબઈને તેમની મેચોની યજમાની માટે વિચારી રહ્યું છે. આઇસીસીએ કહ્યું કે, આ મેજર ટુર્નામેન્ટના કાર્યક્રમની પુષ્ટિ આગામી દિવસોમાં કરવામાં આવશે. તેમાં 8 દેશોની ટીમો ભાગ લેશે.
ટૂર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડેલ પર કરવામાં આવશે
આઈસીસીના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ઈન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ અરુણ ધૂમલે આઈએએનએસને કહ્યું, “આ એક સારી વાત છે કે અમને ચેમ્પિયન્સ ટ્રોફી અને ભવિષ્યની આઈસીસી ટૂર્નામેન્ટ્સ અંગે થોડી સ્પષ્ટતા મળી છે. હાઇબ્રિડ મોડેલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સિવાય આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 (ભારત દ્વારા યજમાન) અને આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026 (ભારત અને શ્રીલંકા દ્વારા સંચાલિત) પર લાગુ થશે.
બ્રિટિશ કેદી હવે ગુજરાતની જેલમાં સજા ભોગવશે, ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની છે.
મુંબઈ બોટ અકસ્માતના સમયે કેટલું ભયાનક હતું દ્રશ્ય, બચેલા વ્યક્તિએ વર્ણવી પોતાની વેદના
ગત વખતે ચેમ્પિયન બન્યું પાકિસ્તાન
2017 બાદ ફરી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થઇ રહ્યો છે. ફાઈનલમાં પાકિસ્તાનને 180 રનથી હરાવીને આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન વિજેતા બન્યું હતુ. બંને ટીમો છેલ્લે આ વર્ષની શરુઆતમાં ન્યૂયોર્કમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં એકબીજા સામે રમી હતી, જેમાં ભારતે છ રનથી વિજય મેળવતા ફોર્મેટમાં પોતાની બીજી ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. બંને પાડોશી દેશો વચ્ચેના વણસેલા રાજકીય સંબંધોને કારણે ભારત અને પાકિસ્તાન માત્ર વર્લ્ડ કપ અને એશિયા કપમાં જ એકબીજાની સામે રમે છે.