ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો જોવ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિનાથી મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને હવે સારું થઈ ગયું છે, આજ સાંજ સુધીમાં ઘરે પહોંચશે તો વળી અડાલજના ત્રિમંદિરમાં ભુપેન્દ્ર પટેલ દર્શન કરવા જશે એવી પણ માહિતી સામે આવી રહી છે.
અનુજ પટેલને 1 મેએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને ખસેડાયા હતા. અહીં તેમની સર્જરી બાદ તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીની સારવાર માટે ખસેડાયા હતા.
ખેડૂતોને મોજ આવી ગઈ, અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ અનરાધાર વરસાદની આગાહી કરી, જાણો તારીખ અને વિસ્તાર
અનુજ પટેલને 30 એપ્રિલ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ નજીકની કે.ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરાઈ હતી અને બાદમાં એર એમ્બ્યુલન્સથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ફરીથી તેમની બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી.