Ahmedabad News: અવારનવાર અમદાવાદની સિવિલ હોસ્ટિપલની બેદરકારી સામે આવતી રહે છે એ જ અરસામાં હવે વધારે એક કિસ્સો સામે આવ્યો છે અને એક 11 મહિનાના બાળકનું મોત થયું છે. દિવાળીના તહેવાર ટાંણે જ આવી ખબર કોઈનો પરિવાર આખરે કેમ સહન કરી શકે, ઉત્સાહના માહોલમાં ઘરમાં માતમ પ્રસરે છતાં સિવિલનું તંત્ર કેમ જાગવાનું નામ નથી લઈ રહ્યું.
આ કેસની વિગતે વાત કરીએ તો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી ડોક્ટર ન આવતા બાળકનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં આ સમાચારના પગલે ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ કલાકો સુધી સારવાર ન મળતા જૂનાગઢના 11 માસના બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી રહી છે.
જૂનાગઢના 11 માસના બાળકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જો કે સમયસર સારવાર નહીં મળવાના કારણે બાળકનું મોત થયાનો ગંભીર આક્ષેપ પરિવાર તરફથી કરવામાં આવી રહ્યો છે. જુનાગઢના આ બાળકને ઓપરેશન કર્યા બાદ બાળકને સખત તાવ રહેતો હતો. તો વળી સ્ટાફ પણ એવું કહેતો હતો કે થર્મોમીટર જાતે લઈને તાવ ચેક કરી લો.
હાથમાં આ રેખા હોય તો વ્યક્તિ આજીવન કરોડો છાપે, જ્યાં જાય ત્યાં દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવે
ઘરની બારી જો આ દિશામાં હોય તો ધનનો ભંડાર ભરાય જાય, દેવી લક્ષ્મી અને કુબેર દેવતા રૂપિયાનો વરસાદ કરે
જે બાદમાં બાળકને શુક્રાણું કોથળીના ઈલાજ માટે લવાયો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી તબીબ ન આવતા સારવારના અભાવે બાળકનું મોત થયું હોવાનું પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ બાળકનો લોસ પરિવારને કોણ આપશે અને આપી શકશે પણ નહીં એ મોટી વાત છે.