બિપરજોય વાવાઝોડું ગુજરાતને ભારે પડશે, ક્લાસ-2ની પરીક્ષા રદ, વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો આ સમાચાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
exam
Share this Article

ગુજરાતનાં દરિયા કિનારાઓને બિપરજોય વાવાઝોડુ ધમરોળી રહ્યું છે. દરિયા કાંઠાના વિસ્તારોમાંથી ઘણી નાની-મોટી નુક્સાનીઓના અહેવાલો સામે આવી રહ્યા છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પાડવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.

exam

આ કુદરતી આફત માનવજીવનને ઘણી ગંભીર રીતે અસર કરી રહ્યું છે. તેવામાં સરકારી ભરતીઓની પરીક્ષાઓને પણ અસર થઈ છે. ગુજરાત TAT અને મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 (Gujarat Forest Recruitment 2023) ની મુખ્ય પરીક્ષાની તારીખોમાં પણ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.

exam


ગુજરાત સેવા આયોગ દ્વારા એક યાદ બહાર પાડવામાં આવી છે. જેમાં મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફારની વિગતો જણાવાવમાં આવી છે. આયોગ દ્વારા જા.ક્ર.:12/2022-23, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત)નું તારીખ 19, 21 અને 23 જૂન 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

જય હો ગુજરાત! સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ, શેલ્ટર હોમ… ચક્રવાતના વિનાશથી લોકોને બચાવવા માટેનું મહાન અભિયાન

મહા વાવાઝોડું ગુજરાતની ધરતીને ટકરાઈ ગયું, આ રીતે ધીરે ધીરે વિનાશ વેરાશે, આવું હશે તબાહીનું દ્રશ્ય, જાણો બધુ જ

હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ તા.19/06/2023ના રોજની પરીક્ષા(પેપર-૧ અને ૨) મોકૂફ રાખવામાં આવે છે, જ્યારે તા.21 અને તા.23 જૂન ૨૦૨૩ ના રોજની પરીક્ષા (પેપર-૩, ૪ અને ૫) યથાવત રાખવામાં આવે છે તથા મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.


Share this Article