India News: દેશના અનેક રાજ્યોમાં ભૂક્કા કાઢી નાખે એવી ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 26 માર્ચ સુધી દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
ગરમ અને ભેજવાળા હવામાન વિશે વાત કરતા IMDએ જણાવ્યું હતું કે તે આગામી ચાર દિવસ દરમિયાન રાયલસીમા, કેરળ, માહે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યારે આગામી બે દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે 23 થી 26 માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીની આગાહી કરી છે. આ સિવાય આસામ અને મેઘાલયમાં 23 અને 25 માર્ચે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તમિલનાડુમાં IMDએ આગાહી કરી છે કે દક્ષિણ તમિલનાડુમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કર્ણાટકમાં IMD એ કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે 24 માર્ચે પંજાબ અને હરિયાણામાં છૂટાછવાયા હળવા વરસાદની પણ આગાહી કરી છે. IMD એ 23 થી 24 માર્ચના રોજ જમ્મુ-કાશ્મીર-લદાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયા વાવાઝોડા, હિમવર્ષા અને વીજળી સાથે હળવા વરસાદની આગાહી કરી છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતમાં એક કે બે જગ્યાએ હળવો વરસાદ અને મધ્યમ વરસાદ પડી શકે છે. પંજાબ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, દક્ષિણ તમિલનાડુ, કેરળ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે.