રાજસ્થાનમાં ભજનલાલને CM, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાંને ડેપ્યુટી CMની મળી જવાબદારી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકાર રચાઈ ગઈ છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ, જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમારી બૈરવાને ડેપ્યુટી સીએમ જાહેર કરાયાં હતા. જયપુર રાજઘરાનાના દિયા કુમારીને પણ સરકારમાં મોટું પદ મળ્યું છે. દિયા કુમારીને ડેપ્યુટી સીએમ બનાવાયા છે. દિયા કુમારી જયપુરમાં વિદ્યાનગરના ધારાસભ્ય છે.

અજમેર નોર્થના ધારાસભ્ય વાસુદેવ દેવનાની વિધાનસભા સ્પીકર

ધારાસભ્ય દળની બેઠકમાં અજમેર નોર્થના ધારાસભ્ય વાસુદેવ દેવનાનો વિધાનસભા સ્પીકર તરીકે પણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો જેને સર્વસંમતિથી સ્વીકારી લેવાયો હતો.

પહેલી વાર ધારાસભ્ય બનીને સીએમ બન્યાં ભજનલાલ

સીએમ ભજનલાલ પહેલી વાર ધારાસભ્ય બનીને સીએમ બન્યાં છે. તેઓ અમિત શાહ અને સંઘ નજીકના છે. ભજનલાલ 2011 થી આજ સુધી તેઓ અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ 1994 થી 2000 અને 2000 થી અત્યાર સુધી સતત રાજસ્થાનના 80 લાખથી વધુ બ્રાહ્મણોની સર્વોચ્ચ સંસ્થા રાજસ્થાન બ્રાહ્મણ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ પણ છે.

ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં

મુખ્યમંત્રી પસંદ કરવામાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં છે. રાજસ્થાનમાં પણ નવા ચહેરાને સીએમ પદે બેસાડાયા છે. વસુંધરા રાજ, બાબા બાલકનાથ જેવા મહારથીઓને પછાડીને ભજનલાલ શર્માએ સીએમની ખુરશી મેળવી લીધી છે. ભજનલાલ શર્મા એક ભારતીય રાજકારણી છે જે હાલમાં રાજસ્થાન વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. સાંગાનેર વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

Rajasthan CM Update: દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ભાજપે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકે કર્યા જાહેર

કોણ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા? રાજનાથ સિંહની મોટી જાહેરાત..

Rajasthan CM Update: ભજનલાલ શર્મા હશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી

રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભાજપે રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને રાજસ્થાન સીએમ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. જે પ્રમાણે 3 ધારાસભ્યો બપોરે જયપુર પહોંચ્યા હતા અને ધારાસભ્ય દળની બેઠક શરુ કરી કરાઈ હતી.

 

 

 


Share this Article