CNG-PNG Price Cut: દેશમાં કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટેની માર્ગદર્શિકામાં સુધારાને મંજૂરી મળ્યા બાદ કંપનીઓ દ્વારા CNG-PNGના ભાવમાં ઘટાડો કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ CNG-PNGની કિંમતમાં ઘટાડો કર્યો છે. ATGL એ CNG 8.13 પ્રતિ કિલો અને PNG 5.06 પ્રતિ scm ઘટાડો કર્યો છે. નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. ATGL તરફથી આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટ ડોમેસ્ટિક ગેસ પ્રાઇસિંગની નવી ફોર્મ્યુલા લાગુ થયાના એક દિવસ બાદ જ આવ્યો છે.
કિંમતમાં 10 ટકા સુધીનો ઘટાડો કરવાનો દાવો
તમને જણાવી દઈએ કે કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલા સાથે સરકારનો દાવો છે કે કિંમતમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. ATGLની સાથે, Gail Indiaની પેટાકંપની, Mahanagar Gas Limited (MGL)એ તેના વિતરણ વિસ્તારોમાં CNG અને PNGની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સીએનજીના દરમાં કિલો દીઠ રૂ. 8 અને પીએનજીના દરમાં યુનિટ દીઠ રૂ. 5નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
એમજીએલએ પણ દરમાં ઘટાડો કર્યો છે
MGL દ્વારા પણ કુદરતી ગેસના ભાવ નિર્ધારણની નવી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ સરકારે સીએનજી અને પાઈપવાળા રાંધણ ગેસના નવા ભાવ પણ જાહેર કર્યા છે. MGLએ ફેબ્રુઆરીમાં CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.5નો ઘટાડો કર્યો હતો. આ હોવા છતાં, એપ્રિલ 2022 ની સરખામણીમાં CNGની કિંમત લગભગ 80 ટકા જેટલી વધારે છે.
CNG-PNGની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે
માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે હવે સ્થાનિક ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવી છે. આ પછી, ઘરેલું ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના 10 ટકા થઈ જશે.
માસ્કની જરૂર નથી, આખા દેશમાં મોકડ્રીલ… કોરોના પર આરોગ્ય મંત્રાલયની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા?
આ સિવાય સીએનજી અને પીએનજીની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. અગાઉ તેમની કિંમત વર્ષમાં બે વખત નક્કી કરવામાં આવતી હતી. MGL દ્વારા 8 ફેબ્રુઆરીએ 12 વાગ્યાથી અમલમાં મુકવામાં આવેલા નિર્ણય બાદ CNG 79 રૂપિયા પ્રતિ કિલો અને PNG 49 રૂપિયા પ્રતિ SCMના ભાવે ઉપલબ્ધ થશે.