અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષ નેતા બદલા માટે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે. AMC કોંગ્રેસ કોર્પોરેટરો વિપક્ષ નેતાની બદલી માટે દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. 9 જેટલા કોર્પોરેટરે દિલ્હીમાં કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી છે.
કોંગ્રેસ કોર્પોરેટરો દિલ્લી મુલાકાત પહોંચ્યા
વિપક્ષ નેતા શહેદાન ખાન પઠાણને બદલવાની કોંગ્રેસના 9 કોર્પોટરો માગ કરી રહ્યાં છે. જેમાં ઇકબાલ શેખ, રાજશ્રી કેસરી, નીરવ બક્ષી, હાજી મિર્ઝા સહિતના કોર્પોરેટરો દિલ્લી મુલાકાત પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ વિપક્ષ નેતા બદલવાની માંગ સાથે આ કાઉન્સિલરો પ્રદેશ કાર્યલાય ખાતે પણ ગયા હતા.
અગાઉ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી
થોડા દિવસ અગાઉ નારાજ કાઉન્સિલરોએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સાથે મળીને માંગ કરી હતી કે, પૂર્વ પ્રમુખે આપેલા કમિટમેન્ટનું પાલન થવુ જોઇએ અને આ મુદ્દે પ્રદેશ પ્રમુખે તમામ કાઉન્સિલરોને સાંભળ્યા હતા અને આગામી સમયમાં નિર્ણય લેશું તેવો જવાબ પણ આપ્યો હતો, જે બાદ આ કોર્પોરેટરો દિલ્હી પહોંચ્યા છે.
વાયગ્રા પર એક વર્ષમાં સેના આટલો બધો ખર્ચ કરી નાખે છે, આંકડો સાંભળીને તમારા હાજા ગગડી જશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની મુલાકાત બાદ ઇકબાલ શેખ જણાવ્યુ હતું કે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમારા જૂથને વંચન આપ્યુ હતું કે એક – એક વર્ષ એમ ચાર કાઉન્સિલરોને વિપક્ષ નેતા પદ મળશે એટલે પૂર્વ પ્રમુખ આપેલા લેખિત વચન પાલન કરવામાં આવે, અને અમારા કોઇ એકમાંથી વિપક્ષ પદ આપવા આવે તેવી માંગ પ્રમુખ સમક્ષ રજુ કરી.