કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી હાથ ધરાશે સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચ સુનાવણી હાથ ધરશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
rahul
Share this Article

ગુજરાત હાઇકોર્ટમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે ગત 29 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આજે ફરી રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

rahul

શું છે સમગ્ર મામલો?

23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?”  જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.

rahul

શનિવારે યોજાઈ હતી સુનાવણી

ગત શનિવારે યોજાયેલી સુનાવણીમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ હતા. તેઓએ કહ્યું હતું કે, આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ. તેઓએ કહ્યું હતું કે, નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી લેવાયું તેમણે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણયને કેવી રીતે પરત ખેંચાવી શકશે. વ્હોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને. પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી. CD રજૂ કરાઈ તેની પણ રોચક કહાની છે, 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો, 2021માં અચાનક સીડી રજૂ કરાઈ.

rahul

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી

જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર મેચ બાદ મેદાનમાં આવ્યા આમને-સામને

મુખ્તાર અંસારી અતીક કરતાં પણ વધુ ખતરનાક છે,પોલીસ અધિકારીએ અંસારીના આતંકની કહી વાર્તા

દિલ્હીની તિહાડ જેલમાં ગેંગવોર, ગેંગવોરમાં ગેંગસ્ટર ટિલ્લૂ તાજપૂરિયાની હત્યા, 24 સપ્ટેમ્બર 2021ના રોજ રોહિણી કોર્ટમાં થયેલા ગોળીબારનો માસ્ટરમાઇન્ડ ટિલ્લુ હતો

20 એપ્રિલે સેશન્સ કોર્ટે ફગાવી હતી અરજી

જે બાદ CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી 3 એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.


Share this Article