Gold-Silver Rate: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નરમાઈ, જાણો ગુજરાતમાં કેટલો ભાવ છે?

Desk Editor
By Desk Editor
Share this Article

Gold and Silver News: આજે 17 જાન્યુઆરી 2024ના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોનું અને ચાંદી સસ્તા થતાં ગ્રાહકોને રાહત મળી છે. આજે સોનાના ભાવમાં રૂ.110નો ઘટાડો થયો છે. સોનું-ચાંદી ખરીદતા પહેલા જાણી લો આજે શું છે સોના-ચાંદીના ભાવ GoodReturns વેબસાઈટ મુજબ 22 કેરેટ સોના ચાંદીની કિંમત પ્રતિ તોલા 58,050 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 63,330 રૂપિયા પ્રતિ તોલા છે.

વધુ સસ્તું થયું સોનું અને ચાંદી

આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. આજે સોનું 110 રૂપિયા સસ્તુ થયું છે. GoodReturns વેબસાઈટ અનુસાર, આજે 18 કેરેટ સોનાની કિંમત 47,490 રૂપિયા પ્રતિ તોલા છે. તેથી, 22 કેરેટ સોનાની કિંમત 58,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 63,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

GoodReturns વેબસાઈટ અનુસાર, મંગળવારે સવારે 24 કેરેટ સોનાની કિંમત 63,440 રૂપિયા પ્રતિ તોલા હતી, જે આજે બુધવારે 63,330 રૂપિયા છે. આ થવાનું કારણ ડોલર ઈન્ડેક્સ 103ને પાર એક મહિનાની ઊંચાઈએ પહોંચવું છે.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. બુધવારે ચાંદી 300 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. આજે મુંબઈમાં ચાંદીનો ભાવ 76,300 રૂપિયા પ્રતિ કિલો છે. મંગળવારે એક કિલો ચાંદીનો ભાવ 76,800 રૂપિયા હતો.

જાણો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં મંગળવારે સોનાનો ભાવ વધીને 2,049 ડોલર પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ પણ ઘટીને 23.06 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ડૉલર અને યુએસ બોન્ડની યીલ્ડમાં સુધારો થતાં મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ

“નવી ગલીનો નવો દાવ” લોકસભા ચૂંટણી 2024 જીતવ માટે કોંગ્રેસનો નવો દાવ, ઢંઢેરાને લઈને કરી આ મોટી જાહેરાત! જાણો વિગત

એર ઈન્ડિયા અયોધ્યા જવા માટે તૈયાર, મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રથમ AIR ઈન્ડિયા ફ્લાઈટ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું

ઓ બાપરે… પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઈલ ખરીદવું થયું ઘણું સસ્તું, જાણો તમારા શહેરમાં શું છે ભાવ?

ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.


Share this Article