તમે પણ ધ્યાન રાખજો: બાઈક સામે ઢોર આવતા ભયંકર અકસ્માત, પતિની નજર સામે જ વ્હાલસોયી પત્નીનું મોત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : રાજકોટ-ભાવનગર હાઇવે પર તુલસી હોટલ (tulsi hotel) પાસે રવિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં માર્ગ અકસ્માતમાં 40 વર્ષીય ચંદ્રિકા સિદ્ધપરાનું (Chandrika Siddapara) મોત નીપજ્યું હતું. ગાય આડી આવી જતા ભોગ બનનારના પતિ મનુ સિધ્ધપરાએ મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે દંપતી મોટરસાયકલ સાથે રોડ પર પડ્યું હતું. આ કારણે પત્ની ચંદ્રિકા સિદ્ધપરાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

 

 

આજીડેમ પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ રમેશ ભેસાણિયા (ઉ.વ.૪૦) દ્વારા બનેવી મનુ સિધ્ધપરા સામે આઈપીસી ૩૦૪એ, ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વ્હીકલ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. આ દંપતી રવિવારે રાજકોટથી જંગવડ જઈ રહ્યું હતું. દરમિયાન ગાયના આડા પડવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. ફરજ પરના તબીબે ચંદ્રિકા સિદ્ધપરાને મૃત જાહેર કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચંદ્રિકાબેનને એક પુત્ર અને એક પુત્રી છે.

જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર તરઘડિયા ગામ પાસે માર્ગ અકસ્માતમાં 68 વર્ષીય ભારતી પંડ્યાનું મોત નિપજ્યું હતું. હાર્દિક જોશી પોતાની કારમાં અમદાવાદથી રાજકોટ જઈ રહ્યો હતો ત્યારે તેની ફોઈ ભારતી પંડ્યા, જીજ્ઞા  રાજગુરુ અને ભારતીબેનનો પુત્ર દિવ્યા ઉર્ફે બોની પંડ્યા કારમાં હતા. તે દરમિયાન ડંપર ચાલક દ્વારા હાઇવે રોડ પર કોઈપણ જાતના ટ્રાફિકને લગતા ચિન્હ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર ઉભો રાખવામાં આવ્યો હતો.

 

2000ની નોટની ડેડલાઈન પુરી, તમારી પાસે હજુ પણ હોય તો ચિંતા ન કરતાં, અમદાવાદમાં આ જગ્યાએ બદલી જશે

આ રાજ્યોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે, IMDએ જાહેર કર્યું એલર્ટ, વાદળો કાળા ડિંબાગ થઈ ગયાં!

આ 3 રાશિઓના ઘરે દસ્તક આપવા આવી રહી છે માતા લક્ષ્મી, 29 નવેમ્બર સુધી થશે બેહિસાબ ધનનો વરસાદ

 

આ કારણે કાર ડમ્પરની પાછળ ફરી જતાં ફરિયાદીને નાક, ખભા અને પાંસળીઓમાં ફ્રેકચર જેવી ઇજાઓ થઇ હતી. જ્યારે કાકી જીજ્ઞા ઉર્ફે રાજગુરૂ અને દિવ્યાને ઈજા થઈ છે. ફરિયાદીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તરઘડીયા ગામ ઉપર ઓવરબ્રિજ પર ટ્રકને ઓવરટેક કરતો હતો. ત્યારે જમણી બાજુ ડમ્પર ઊભું હતું તેની સાથે કાર અથડાતા સમગ્ર અકસ્માત સર્જાયો છે.

 

 


Share this Article