રાજકોટના કારીગરોની PMને ભેટ, ડાયમન્ડ, મીના, પાઈન લાકડાનો ઉપયોગ કરી તૈયાર કર્યા ત્રણ ખાસ પ્લેન, જુઓ તસ્વીર

Desk Editor
By Desk Editor
Share this Article

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના મહેમાન બની સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો જ થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના ઇમિટેશન માર્કેટ એસોસિએશન તેમજ જસદણના કેટલાક કારીગરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવા માટે ખાસ અદ્દભુત, આબેહૂબ અને અપ્રતિમ પ્લેન બનાવવામાં આવ્યા છે.

ઇમિટેશન માર્કેટ એસોસિએશન દ્વારા સ્ટોન, મીના કામગીરી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી એક પેસેન્જર પ્લેન અને એક કાર્ગો પ્લેન બનાવવામાં આવ્યું છે. 3 થી 4 દિવસ સુધી દિવસ રાત મહેનત કરી 30 કારીગરોએ આ પ્લેન તૈયાર કર્યા છે. નાનામાં નાની બાબતનું ધ્યાન રાખી પ્લેન બનાવવામાં કારીગરોએ ઝીણવટભરી કારીગરાય કરી છે.

આ સિવાય રાજકોટ જિલ્લાના વિવિધ ઉધ્યોગોને રીપ્રેઝન્ટ કરતું પણ એક પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન જસદણમાં તૈયાર થયું છે, અને કુલ ૬ કારીગરો દ્રારા ૪ કિલોથી વધુ વજન ધરાવતું આ પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેન બનાવવા પાછળ ૫૦૦ કલાક સુધી મહેનત કરવામાં આવી છે. આ પ્લેન પર ખાસ જસદણની કારીગીરીની પણ ઝલક જોવા મળી રહી છે. પતરા પર ખાસ ડિઝાઇન કરી આ પ્લેનને તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ આ પ્લેનને બનાવવા પાઇન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઓટો મોબાઇલ્સ, ઇમિટેશનના ધંધાને દર્શાવવા માટે તેને બેરિંગ ઉપરાંત અનેક વસ્તુથી મઢવામાં પણ આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે રાજકોટ આવી રહ્યા છે. આ મંગલ ઘડીએ વડાપ્રધાનના હસ્તે રાજકોટમાં એરપોર્ટનું લોકાર્પણ કરવામા આવશે, હસ્તે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાના પ્રારંભ સાથે જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓના વેપાર ધંધાને બુસ્ટ મળશે. તેમજ મુલાકત દરમિયાન સૌરાષ્ટ્રને લાખો, કરોડના વિકાસ કામોની પણ અમૂલ્ય ભેટ મળશે. વડાપ્રધાનને આ ભેટ આપવા માટે કારીગરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’

40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી

વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ

 

સૌ પ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગર દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. એ પછી આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા  વિશિષ્ટ ઇમિટેશનનો ઢોળ પણ ચડાવવામાં આવ્યો હતો. એ પછી ઇમિટેશનની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે.


Share this Article
TAGGED: , ,