શું એમએસ ધોની આગામી IPLમાં રમશે કે નહીં? CSK CEOના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો

Desk Editor
By Desk Editor
Share this Article

MS Dhoni IPL Retirement:  મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સાથે ચેન્નાઈ મુંબઈ ઈન્ડિયન્સ સાથે મળીને પાંચ વખત ટાઈટલ જીતનારી ટીમ બની ગઈ હતી. જોકે આઇપીએલ 2023માં ધોની ઘૂંટણની ઈજા સામે ઝઝૂમતા રમતાં રમ્યો. ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ તરત જ ધોનીને પોતાના ઘૂંટણની સર્જરી કરાવવી પડી હતી. સર્જરી બાદ હાલ તે સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને ધોનીને આગામી આઈપીએલ એટલે કે 2024માં રમવા અંગે મોટુ નિવેદન આપ્યુ છે.

 

 

સર્જરી બાદ તાજેતરમાં જ સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથન મુંબઈમાં ધોનીને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. ધોની ફેબુ્રઆરી સુધી મેદાન પર જોવા નહીં મળે અને રિકવરી શરુ થાય તે પહેલા ત્રણ સપ્તાહની રજા લેશે.

ધોની જાણે છે કે તેણે શું કરવાનું છે: સીએસકેના સીઈઓ

ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યું, “ધોની સારી રીતે જાણે છે કે તેણે આગળ શું કરવાનું છે. જો તેણે આઇપીએલમાંથી નિવૃત્તિને લગતો કોઈ નિર્ણય લેવાનો હોય તો તે સીધો જ એન.શ્રીનિવાસન પાસે જઈને તેની સાથે વાત કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની તેની સફર ૨૦૦૮ માં શરૂ થઈ હતી અને તે આગળ પણ ચાલુ રાખશે.

 

આ પણ વાંચો

7.5 કેરેટનો લીલો હીરો, ગુજરાતનું નમક, પંજાબનું ઘી, મહારાષ્ટ્રની ખાસ વસ્તુ… PM મોદીએ જો બાઈડનને આટલી ગિફ્ટ આપીને ખુશ કરી દીધા

વીજળી પડવાનો આવો નજારો તમે આજ સુધી ક્યારેય નહીં જોયો હોય! VIDEO જોઈને લોકો કાયદેસર ધ્રૂજી ઉઠ્યા

PM મોદીના અમેરિકા પ્રવાસના ભારતીયોને ગજબના ફાયદા, હવે અમેરિકાના વિઝા ફટાફટ મળી જશે, જાણો શું અસર પડી

 

વિશ્વનાથને વધુમાં કહ્યું કે, ધોની પ્રથમ મેચથી જ ઘૂંટણની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. જોકે તેણે ફાઈનલ સુધી તેનો ઉલ્લેખ કર્યો નથી. તેણે ક્યારેય પોતાના ઘૂંટણની સમસ્યા અંગે ફરિયાદ કરી નહતી, જોકે બધાને ખબર હતી કે ધોનીને કેટલું દુઃખ થઈ રહ્યું છે. તે દોડી શક્યો ન હતો. ફાઇનલ જીત્યા બાદ તેણે કહ્યું, “હવે હું ઘૂંટણની સર્જરી કરાવીશ. ત્યારબાદ તે મુંબઇ ગયો હતો અને હાલ તે સ્વસ્થ થઇ રહ્યો છે. તેને સંપૂર્ણ ફિટ થવામાં 3 મહિના જેટલો સમય લાગી શકે છે. આ પછી તે ધોનીના મેદાનમાં પ્રેક્ટિસ કરતો જોવા મળી શકે છે.

 

 


Share this Article