માર્કેટ કેપના આધારે ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોપ 10 કંપનીઓની યાદી બહાર પાડવામાં આવી હતી. આમાં ઘણી મોટી કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોવા મળ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 40,558.31 કરોડથી ઘટીને રૂ. 16,50,307.10 કરોડ પર આવી ગયું છે.
*ટોચની 10 કંપનીઓ:
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
- TCS
- HDFC બેંક
- હિન્દુસ્તાન યુનિલિવર (HUL)
- ICICI બેંક
- ઇન્ફોસિસ
- SBI
- બજાજ ફાઇનાન્સ
- અદાણી ટ્રાન્સમિશન
- ITC
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ કેપ ગયા સપ્તાહે રૂ. 9,950.94 કરોડ ઘટીને રૂ. 4,91,255.25 કરોડ થયું હતું, જ્યારે TCSનું માર્કેટકેપ રૂ. 9,458.65 કરોડ ઘટીને રૂ. 10,91,421.84 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 5,848.78 કરોડ ઘટીને રૂ. 5,74,463.54 કરોડ થયું હતું. જ્યાં દિગ્ગજ કંપનીઓના માર્કેટ કેપમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે, ત્યાં કેટલીક કંપનીઓ એવી પણ છે કે જેમના માર્કેટ કેપમાં પણ ઉછાળો આવ્યો છે. ઘણા વર્ષોથી એક જ રેન્જમાં ટ્રેડ કરી રહેલ જાયન્ટ સ્ટોક ITC હાલમાં માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે.
ITCનું માર્કેટ કેપ રૂ. 20,381.61 કરોડ વધીને રૂ. 4,29,198.61 કરોડ થયું છે, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપ પણ રૂ. 35,467.08 કરોડ વધીને રૂ. 6,29,525.99 કરોડ પહોંચી ગતુ છે. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ. 3128..73 વધીને 4,54,477.56 કરોડ થઈ ગયુ છે.