VGGS2024: આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જોવા મુલાકાતીઓનો જમાવડો

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024માં પેવેલિયન 7માં ભારતીય રેલવે દ્વારા અયોધ્યાધામ જંકશન અને રેલવે ઇતિહાસના વિવિધ આયામોની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ આખું પેવેલિયન આત્મ નિર્ભર ભારતની થીમ આધારિત છે.

વિવિધ પ્રકારના 23 સ્ટોલ ધરાવતા આ પેવેલિયનમાં હોમિયોપેથી અને યોગનું મહત્વ ઉજાગર કરતો મિનિસ્ટ્રી ઓફ આયુષ, નેશનલ હાઇવે ના વિકાસ માવજત અને મેનેજમેન્ટ માટે કાર્ય કરતું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, માય હેન્ડલુમ માય ફ્રેન્ડ ઉજાગર કરતુ વસ્ત્ર મંત્રાલય, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, ધોળાવીરા કચ્છ પર્યટન, વેલસ્પન વર્લ્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હરિયાણા , અમુલ, આદિત્ય બિરલા ગ્રુપ, DRDO વગેરેના આકર્ષક અને માહિતીપ્રદ પ્રદર્શનનો મુલાકાતીઓ આનંદ માણી રહ્યા છે.

VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન

VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

VGGS2024: “એક્સપિરીયન્સ ગુજરાત”પેવેલિયનમાં બેઠા બેઠા કરો ગુજરાતના મંદિરોના વર્ચ્યુઅલ રિયાલિટી-VRથી દર્શન

મોટા ઉદ્યોગોને સખી મંડળો તથા સ્વ સહાય જૂથો સાથે પાર્ટનરશીપ કરી નાના ઉદ્યોગોને વિકાસનું પ્લેટફોર્મ પૂરું પાડતું જીએલપીસી એટલે કે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીનો સ્ટોલ નાના ઉદ્યોગકારો માટે મહત્વપૂર્ણ માહિતી આપતો સાબિત થયો છે. આ ઉપરાંત એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના સ્ટોલમાં રોબોટ સાથે વાત કરવા મુલાકાતે ઉત્સુકતા બતાવે છે. આ પેવેલીયનની સજાવટ ધ્યાનાકર્શક હોવાથી બહોળી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.


Share this Article