બિપરજોય વાવાઝોડાના પગલે અમરેલી વિશે વાત કરીએ તો ધોધમાર વરસાદ શરૂ થયો છે, રસ્તા પર ઘૂંટણી સુધી પાણી ભરાઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં અંધારપટ્ટ છવાઈ ગયો છે. સરકાર પણ તૈયારીમાં જ ઉભી હતી, હવે ખરેખર તો સરકાર અને વાવાઝોડા વચ્ચે જંગ જામી હોય એવું પણ લાગી રહ્યું છે. જો કે અમરેલીના આજૂબાજુના ગામમાં પણ ચારેકોર વરસાદ છે અને લાઈટ જતી રહી છે. એટલે અનેક ગામોમાં હાલમાં લોકોને અંધારામાં રાત ગુજારવાનો વારો આવ્યો છે.
આ સાથે જ સમાચાર મળી રહ્યાં છે કે બિપરજાેય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો ર્નિણય લીધો છે. આજ રાતે ૧૨ વાગ્યાથી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવામાં આવ્યો છે. આજ રાતે ૧૨ વાગ્યાથી આગામી ૧૫ તારીખ સુધી કચ્છમાં રેલ વ્યહવાર બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.કચ્છ અને સૌરાષ્ટ્ર જતી આવતી ૨૭૩ ટ્રેનો રદ, રેલવેએ વાવાઝોડાના કારણે સલામતીના પગલે ર્નિણય લેવામાં આવ્યો. દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડે ૧૧ લોકોને એરલિફ્ટ કર્યા છે. દરિયામાં ભારે કરંટ હોવાથી આ તમામ લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
બિપોરજાેય વાવાઝોડાની અસરને લઈ રાજ્યમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. બપોરે ૨થી સાંજના ૪ વાગ્યા સુધી રાજ્યના ૪૪ તાલુકાઓમાં વરસાદ, ગીર સોમનાથના વેરાવળ અને સુત્રાપાડા તાલુકામા બે કલાકમા બે ઈંચથી વધુ વરસાદ થયો છે. પ્રભારી મંત્રી રાધવજી પટેલ અને રાજકોટના કલેક્ટર પ્રભવ જાેશીએ અધિકારીઓ સાથે બેઠક બાદ શાળા કૉલેજાે બે દિવસ સુધી બંધ રાખવાનો ર્નિણય લીધો છે.