ખતરનાક વાવાઝોડું બિપોરજોય આજે સવારે 8.30 વાગ્યે દેવભૂમિ દ્વારકાથી દક્ષિણપશ્ચિમમાં 280 કિલોમીટર દૂર હતું. જ્યારે પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 300 કિલોમીટર દૂર છે. જખૌ બંદરથી વાવાઝોડું 310 અને નલિયાથી 330 કિલોમીટરના અંતર પર છે. વાવાઝોડું 15મી જૂનની સાંજની આસપાસ નલિયા બંદર પાસે ટકરાઈ શકે છે. જો કે હવે નવા સમાચાર સામે આવ્યા છે કે વાવાઝોડું 10 કિલોમીટર પાછું વળી ગયું છે એટલે કે 10 કિમી નજીકના બદલે દૂર જતું રહ્યું છે.
Cyclone Warning for Saurashtra and Kutch Coasts: Orange Message. VSCS BIPARJOY at 1130IST of today about 290km WSW of Devbhumi Dwarka, 320km WSW of Porbandar, 320km SW of Jakhau Port, 330km SW of Naliya. To cross near Jakhau Port (Gujarat) AROUND evening of 15th June as VSCS. pic.twitter.com/jKpCJw1g1b
— India Meteorological Department (@Indiametdept) June 13, 2023
રાજકોટમાં પણ વાવાઝોડા સામે લડવા તંત્ર સતર્ક થયું છે. જેતપુરમાં સ્લમ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું કરાયું છે. ટ્રેક્ટરથી 100 લોકોનું કરાયું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો વળી જૂનાગઢમાં આ સંભવિત સંકટમાં લોકોને ભોજન મળી રહે તે માટે ઉત્સાહ સાથે સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ તૈયાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લાના ખાસ કરીને દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં સંભવિત વાવાઝોડાની વધુ અસર પહોંચી શકે તેમ છે. આમ, જુનાગઢ જિલ્લામાં દાન પુણ્યની સરવાણી, સેવાની ધૂણી ધખાવી છે. સેવાભાવી સંસ્થાઓની મદદથી સૌરાષ્ટ્રની દાતારી જોવા મળી હતી.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ચક્રવાત દ્વારકાથી લગભગ 200 કિમી દૂર છે અને આશા છે કે તેની અસર કચ્છ અને દ્વારકામાં જોવા મળશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે મંગળવારે સવારે ચક્રવાત થોડું નબળું પડ્યું હતું, પરંતુ 15 જૂનની આસપાસ તે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિમાં હશે.