હાલમાં ગુજરાત અને ભારત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું જે જગ્યાએ સર્જાયું છે, તેની બરાબર દક્ષિણે ચોમાસું અટકી ગયું હતું. તેથી જ હવે ચોમાસા માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું આવતીકાલે એટલે કે 9 જૂને કેરળ પહોંચી શકે છે. જો કે, તે સંપૂર્ણ 8 દિવસ મોડું પડી ગયું છે, પરંતુ હવે તેની ઝડપ વધી શકે છે. ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, સાચી ખબર બપોર પછી પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રાવાતનો ખતરો ટળશે.
ગઈ કાલે બિપરજોય નામના આ વાવાઝોડાને પગલે દ્વારકા, જામનગર જૂનાગઢ, માંગરોળના દરિયાકિનારે કરંટ દેખાયો હતો જે સૌથી ખતરનાક માનવામાં આવી રહ્યો છે. આથી દ્વારકાના ઓખા અને જામનગરના રોઝી પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દઇ સતર્ક રહેવા સૂચના અપાઈ છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપેલી છે. બીજી વાત એ પણ છે કે જો વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું તો પણ ગુજરાતના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદ પડશે . ત્યારે સંભવિત વાવાઝોડાને પગલે રેસ્ક્યુ ટિમ અને તંત્ર ખડેપગે છે. ગુજરાતના દરિયાકાંઠા પર ભયજનક સિગ્નલો લગાવી દેવાયા છે. જેના ભાગરૂપે જામનગરના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે.
વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 13 જૂનથી લઇને 14 જૂન સુધીમાં બિપરજોય ગુજરાતના દરિયા કિનારાને ધમરોળી શકે છેં. વાવાઝોડાને લીધે ગુજરાતમાં ભારેથી આતીભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. મોચા બાદ વધુ એક ચક્રવાત ‘બિપરજોય’ દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો ઉભો કરી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે (8 જૂન) તેનું ગંભીર સ્વરૂપ બતાવી શકે છે. આટલું જ નહીં, 9મી જૂને પણ ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
આ પણ વાંચો
આજથી ફરી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પર દોડી, મુસાફરના હાથમાં જોવા મળી ભગવાનની મૂર્તિ
શુભમન ગિલ સાથે ડેટ કરવાના સમાચાર, હવે સારા અલી ખાને ‘ક્રિકેટર’ સાથે લગ્નના પ્લાન પર હા પણ પાડી દીધી
IMD અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા વિસ્તારની રચના અને તીવ્રતાને કારણે, ચક્રવાતી પરિભ્રમણ કેરળના કાંઠા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે, કેરળમાં 8 કે 9 તારીખે ચોમાસું દસ્તક આપી શકે છે, પરંતુ માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ગંભીર ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે અને બિપરજોય તોફાન આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર તરફ આગળ વધશે.