Cyclone Biporjoy LIVE Update: વાવાઝોડાના પગલે તંત્ર સતર્ક છે, તો વળી ગીર સોમનાથમાં દરિયો ગાંડોતુર બન્યો છે. ત્યારે ગીર સોમનાથ SPએ મૂળ દ્વારકા બંદરની મુલાકાત લીધી હતી. દરિયા કિનારે વસતા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું. સાથે જ માછીમારો સહિત તમામને દરિયાકિનારેથી દૂર રહેવા સૂચના આપી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવવાને કારણે નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે ગીર સોમનાથમાં માઢલાડ ગામે 6 મકાન ધરાશાયી થયા છે. દરિયાના ઊંચા મોજા મકાનો સાથે અથડાતા મકાન કકડભૂસ થઈને પડી ભાગ્યા છે. સાથે જ ગામના 23 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામા કરંટ જોવા મળતા લોકોમાં ડરનો માહોલ છે. હાલમાં અતિ ભયાનક વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 320 કિલોમીટરના અંતર પર છે. જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર, જખૌ બંદર અને નલિયાથી 440 કિલોમીટરના અંતર પર છે. તંત્ર પણ પુરી તૈયારી સાથે ખડેપગે છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
વાવાઝોડાના ભયને પગલે માછીમારો સહિત તમામને દરિયાકિનારેથી દૂર રહેવા સૂચના આપી હતી. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામા કરંટ જોવા મળતા લોકોમાં ડરનો માહોલ છે. તો વળી ગીર સોમનાથના નેશનલ હાઇવે પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદ શરુઆત થઇ છે.