આજે એક એવા દીકરા વિશે વાત કરવી છે કે સાદી ભાષામાં કહીએ તો દીવો લઈને શોધવા જાઓ તો પણ આવો દીકરો ન મળે, કારણ કે કળિયુગમાં શ્રવણ મળવો તો દૂરની વાત પણ એમના 10 ટકા વિચારો ધરાવતા યુવાનો પણ નથી રહ્યા. ત્યારે આજે જે દીકરા વિશે વાત કરવી છે એમણે પોતાની જનની માટે આ જગતમાં બીજું કંઈ નથી જોયું. નોકરી મૂકી દીધી અને છોકરી પણ નથી જોઈતી. નથી એમને સંસારમાં કોઈ બીજો મોહ.. આ વાત છે દક્ષિણામુર્તિ કૃષ્ણકુમારની કે જેણે પોતાની માતાને ભારત દર્શન સ્કુટર પર કરાવ્યું છે. 2018થી તેઓ સ્કુટર પણ ભારતના તીર્થ યાત્રા છે અને અત્યાર સુધીમાં લગભગ 75000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.
કર્ણાટકના મૈસુરના વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર, 44 વર્ષીય દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમાર આવા જ એક સંતાન છે, જેમણે પોતાની 73 વર્ષીય માતાને તીર્થયાત્રા પર લઈ જવાની જવાબદારી લીધી છે. તેમના પિતાના 25 વર્ષ જૂના સ્કૂટર પર તેમની યાત્રા ચાલુ છે. હાલમાં તેઓ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાં તીર્થ સ્થાનોના દર્શન કરી રહ્યા છે.
કર્ણાટકના મૈસૂરના બોગાંડી ગામના રહેવાસી દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમારની કહાની જ કંઈક છે. છેલ્લાં 6 વર્ષથી તે તેની માતા શ્રીમતી ચુડારત્નમાં સાથે જૂના સ્કૂટર પર ભારતની મુલાકાતે અને તીર્થયાત્રાઓ પર જાય છે. આ સ્કૂટર સિવાય તેની પાસે એક તૂટેલી સ્ક્રીનવાળો મોબાઈલ, બે હેલ્મેટ, બે પાણીની બોટલ, એક છત્રી અને એક સામાન ભરેલું બેગ છે, જેમાં કેટલીક જરૂરી વસ્તુઓ રાખવામાં આવી છે. મા-દીકરાની સફરના સાથી માત્ર એક સ્કુટર છે.
હકીકતમાં, વર્ષ 2015 માં પિતાના મૃત્યુના એક દિવસ પછી, દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમારની માતા ચુડા રત્નામાએ તેમના પુત્રને કહ્યું હતું કે સંયુક્ત પરિવાર સાથે રહેવાની અને પરિવારને ઉછેરવાની વ્યસ્તતાને કારણે તેણે આજ સુધી ઘરની બહાર કોઈ જગ્યા જોઈ નથી. આ વાત સાંભળી કૃષ્ણકુમારને નવાઈ લાગી અને ખૂબ દૂખ થયું. તે જ દિવસે કૃષ્ણ કુમારે માતાને સમગ્ર ભારતના પ્રવાસ અને તીર્થસ્થાનોની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આ માટે કૃષ્ણ કુમારે તેના પિતાના 25 વર્ષ જૂના સ્કૂટરને પ્રવાસનો સાથી બનાવ્યો અને 16 જાન્યુઆરી 2018ના રોજ તેની યાત્રા શરૂ કરી.
દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમારે 25 વર્ષ જૂના આ સ્કૂટર પર પોતાની માતા સાથે અત્યાર સુધીમાં 74 હજાર 591 કિમીની મુસાફરી કરી છે. કૃષ્ણ કુમારે તેમની આ યાત્રાને “માતૃ સેવા સંકલ્પ યાત્રા” નામ આપ્યં9 છે. આ પ્રવાસમાં તેઓ નેપાળ, ભૂતાન, મ્યાનમાર સહિત ભારતના મોટાભાગના રાજ્યોની મુલાકાત પણ લઈ ચૂક્યા છે અને હાલમાં સૌરાષ્ટ્ર પહોંચ્યા છે.
તેમની પાસે ન તો કોઈ નિશ્ચિત ધ્યેય છે કે ન તો કોઈ રોકવાની જગ્યા. તેઓને કેટલું અંતર કાપવાનું છે તે પણ ખબર નથી. કૃષ્ણ કુમાર કહે છે કે તેણે બસ ચાલતા જ જવું છે, શક્ય તેટલા તીર્થોના દર્શન કરવા છે. માતાને દેશ અને દુનિયાની મુલાકાત કરાવવી છે. કૃષ્ણ કુમાર કહે છે કે નોકરી દરમિયાન એકઠી થયેલી મૂડી અને તેના વ્યાજથી જ તેમનો ખર્ચ પૂરો થાય છે. તે જ્યાં જાય છે ત્યાં ધાર્મિક મઠો અને મંદિરોમાં રહે છે. મોટા ભાગના સ્થળોએ તેમને મફત ભોજન મળે છે. અમદાવાદમાં પણ તેઓ અદ્વેત આશ્રમમાં જ રોકાયા હતા અને હવે તેઓ દ્વારકા માટે રવાના થયા છે.
કૃષ્ણ કુમારના જણાવ્યા અનુસાર, 2016માં તે બેંગ્લોરમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કોર્પોરેટ ટીમ લીડર તરીકે કામ કરતા હતા. જો કે, જ્યારે તેને તેની માતાને પ્રવાસ પર લઈ જવાનો વિચાર આવ્યો ત્યારે તેણે નોકરી છોડી દીધી. કમ્પ્યૂટર એન્જિનિયર કૃષ્ણ કુમારે લગ્ન પણ નથી. તેણે જણાવ્યું કે તેના પિતા દક્ષિણામૂર્તિ વન વિભાગમાં કામ કરતા હતા. એમના સ્વર્ગવાસ પછી મે પણ લગ્ન નથી કર્યા, કારણ કે એમને માત્ર માતાની જ સેવા કરવી છે. 2015માં પિતાનું નિધન થયું હતું. જે બાદ તે તેની માતાને બેંગ્લોરમાં તેની પાસે લઈ આવ્યા.
એક વખત સાંજે ઓફિસેથી પરત આવીને જ્યારે માતા અને પુત્ર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે માતાએ કહ્યું કે તેણે ઘરની બહારની દુનિયા જોઈ નથી. આના પર તેને લાગ્યું કે જે માતાએ તેને આખી દુનિયા જોવા માટે સક્ષમ બનાવી છે, તેણે ઘરના દરેક વ્યક્તિને બનાવવામાં આખી જીંદગી ખર્ચી નાખી છે અને તે માતા આજ સુધી કંઈ જોઈ શકી નથી. અહીંથી જ તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.
પોતાના પ્રવાસના અનુભવો શેર કરતા કૃષ્ણ કુમારે કહ્યું કે તે લોકડાઉન દરમિયાન તેની માતા સાથે મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે અમે ભૂતાન બોર્ડર પર પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે સરહદો સીલ કરી દેવામાં આવી છે. કોરોનાના એ જમાનામાં તેણે એક મહિનો અને 22 દિવસ ભારત-ભૂતાન સરહદના જંગલોમાં વિતાવ્યા હતા. આ પછી, જ્યારે તેનો પાસ બની ગયો, ત્યારે તે એક અઠવાડિયામાં 2673 કિલોમીટર સ્કૂટર ચલાવીને પાછા મૈસૂર પહોંચ્યા. બધું સામાન્ય થઈ ગયા બાદ તેણે 15 ઓગસ્ટ 2022થી ફરી યાત્રા શરૂ કરી છે.
આ યાત્રા પાછળની પ્રેરણા વિશે કૃષ્ણ કુમાર કહે છે કે જ્યારે લોકો દુનિયામાંથી અંતિમ વિદાય લે છે ત્યારે તેઓ મૃતકોના ફોટાને હાર પહેરાવીને, તેમને યાદ કરીને તેમની ઈચ્છાઓની વાત કરે છે. જ્યારે સંબંધો લોકો જીવતા હોય ત્યારે તેની કાળજી લેવી જોઈએ. તેણે કહ્યું કે તે આ અફસોસ સાથે જીવવા માંગતો નથી. તેથી તેના પિતાના અવસાન પછી તેની માતાને એકલા છોડી દેવાને બદલે, તેણે તેણીને દુનિયા બતાવવાનું નક્કી કર્યું અને પ્રવાસ પર નીકળી પડ્યાં.
દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમાર જણાવે છે કે પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તેમની માતાની ભક્તિ અને તેમની માતાને સ્કૂટર પ્રવાસ પર ભારત લઈ જવાની તેમની વાર્તાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને એક કાર ભેટમાં આપી. જો કે, તે સાદું જીવન જીવવામાં માને છે, તેથી તે કારને બદલે સ્કૂટરથી મુસાફરી કરવાનું પસંદ કરે છે. આ સ્કુટર એમના પિતાશ્રીએ ભેટમાં આપેલ હોવાથી કૃષ્ણ કુમાર એવું જ સમજે છે કે આ પ્રવાસમાં માત્ર હું અને મારી માતા નથી પણ મારા પિતાજી પણ સાથે જ છે.
હાલમાં કૃષ્ણ કુમાર ગુજરાતમાં છે અને દ્વારકા ખાતે દર્શને છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ દર્શન કરી ચૂક્યા છે. દ્વારકા બાદ તેઓ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ અને મંદિરોમાં માતાજીને દર્શન કરવા લઈ જવાના છે. વૃદ્ધાશ્રમો વિશે તેમનું કહેવું છે કે એ ઓપ્શન જ ખોટો છે. જો ઓપ્શન હોય તો લોકો પોતાના માતા પિતાને ત્યાં લઈ જવાનું વિચારે. પ્રવાસ દરમિયાન ક્યારેય કોઈ રાજ્યમાં કે દેશમાં તેમને કોઈ તકલીફ નથી આપી. કૃષ્ણ કુમારનું કહેવું છે કે દરેક જગ્યાએ લોકોએ માત્ર અને માત્ર પ્રેમ જ આપ્યો છે.
પુત્ર પ્રવાસ દરમિયાન તેની માતાને સાથે લઈને દરરોજ સ્કૂટર પર 100 થી 150 કિલોમીટરનો પ્રવાસ કરે છે. મુસાફરી દરમિયાન, ખાવા-પીવાથી લઈને અંતર કાપવા સુધી, તેઓ માતાના સ્વાસ્થ્ય અને ઇચ્છાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. કૃષ્ણ કુમારની માતા ચૂડારત્નમા પણ સંપૂર્ણ રીતે ખુશ દેખાતા હતા. તે તેના પુત્રના સમર્પણથી સંપૂર્ણપણે અભિભૂત થઈ ગયા હતા. કૃષ્ણ કુમારની માતાએ જણાવ્યું હતું કે તેના પુત્રએ તેને સમગ્ર ભારતમાં તમામ પવિત્ર સ્થળો બતાવીને તેનું જીવન ધન્ય બનાવી દીધું છે.
કૃષ્ણ કુમારે સમાજને આ સંદેશ આપ્યો હતો કે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના માતા-પિતાની સારી સંભાળ રાખે. તેઓ તમારાથી અલગ ન થવા જોઈએ. તેમને તમારી સાથે રાખીને, તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. માતા-પિતા ભગવાન છે. એટલા માટે તેમને તમારી સાથે રાખવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં તેમના મનને તકલીફ ન આપો, તેમને સુખ આપો. તેમને ટેકો આપીને સ્વસ્થ રાખો. જેમ પુત્રો તેમની પત્ની અને બાળકોની સંભાળ રાખે છે તેમ તમારા માતા-પિતાની વૃદ્ધાવસ્થામાં કાળજી લો. તેમને તમારાથી અલગ ન રાખો. તેમના મનને ઠેસ પહોંચાડવાથી બાળકોનું કોઈ ભલું થતું નથી. કૃષ્ણ કુમારની માતા તેમના પુત્રની આ ફરજથી સંપૂર્ણપણે ખુશ અને ઉત્સાહિત છે. તે ભગવાનના દર્શન અને પુત્રના સમર્પણથી ધન્યતા અનુભવી રહી છે.
ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
માતા ચુડારત્નમાં હર્ષથી કહે છે કે“મારો પુત્ર મને તેના સ્કૂટર પર દેશભરમાં લઈ ગયો છે. મારો પુત્ર આજનો શ્રવણકુમાર છે. ભગવાન દરેકને એવો પુત્ર આપે, જે માતા-પિતાની સેવા કરે. હું આ પ્રવાસથી ખૂબ જ ખુશ છું અને મારી તબિયત પણ એકદમ ઠીક છે.