રાજ્યના અમુક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત 7 જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 24 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. પરંતુ 27 જુલાઈથી ફરી વરસાદનું જોર વધવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે. કારણ કે, 26 થી 27 જુલાઈના વરસાદી વહન આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, આજે એટલે 22 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, અમદાવાદ, વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. વડોદરાથી અમદાવાદ વચ્ચેના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
ભારેથી અતિ ભારે વરસાદના કારણે હવે વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે, 24 તારીખથી વરસાદનું જોર ઘટવાનું શક્યતા છે. પરંતુ ફરી 26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 27થી 3 ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વરસાદી વહન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
જુલાઈમાં જળબંબાકાર થયા બાદ ઓગસ્ટ મહિનામાં પણ એક પછી એક સિસ્ટમ આવવાનું અનુમાન છે. તેના કારણે પણ ઓગસ્ટમાં વરસાદ થશે. જોકે, વાવણી થઈ ગયા બાદ કૃષિ પાકને હવે વરાપ નીકળે એટલે કે તડકો નીકળે તેની ખાસ જરૂર છે. કારણ કે છેલ્લા કેટલા દિવસથી ખેતરોમાં સતત પાણી ભરેલું છે અને તેના કારણે ચોમાસું પાકના પાન પીળા પડવા લાગ્યા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.