હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં પણ રેડ એલર્ટ આપવામાં આવી શકે છે. આ સિવાય પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ રહી શકે છે. આ સિવાય આગામી 2-3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે ચેતવણી આપવામાં આવી છે અને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે..
સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક ભારે રહેવાની સંભાવના છે. જામનગર, કચ્છ (જિલ્લામાં એકાદ જગ્યા પર), દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
અમદાવાદ અંગે આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં પણ હળવો વરસાદ રહેવાની આગાહી છે. જોકે, એકાદ તબક્કામાં ભારે વરસાદ પણ થઈ શકે છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. ડૉ. મનોરમા મોહંતીએ પાંચ દિવસની આગાહી કરીને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે.
હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 8 રાજ્યોમાં મેઘો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
હાલ ચોમાસાની સિસ્ટમ જેવી કે પૂર્વ-પશ્ચિમ અને ઓફશોર ટ્રોફ એક્ટિવ છે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સર્ક્યુલેશન એક્ટિવ છે, કુલ મળીને 2થી 3 સિસ્ટમ છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 24થી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સમય જતા સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટવા લાગશે.