રાજ્યમાં કેટલાક સમયથી હાર્ટ અટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેતપુરનાં જૂની સાંકળી ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ત્યારે યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
જેતપુરના જૂની સાંકી ગામમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. સિંઘલ હાર્દિક અતુલભાઈનામનાં 18 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. મજૂરીકામ કરીને ઘરે આવ્યા બાદ સ્નાન કરવા સમયે એટેક આવતા યુવક નીચે ઢળી પડ્યો હતો. ઉપરાંત યુવકનાં મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળી ગયું છે. તેમજ યુવકના મૃતેદહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.
28 મે ના રોજ 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેકને કારણે 28 મે ના રોજ બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જેમાં CAનો અભ્યા કરતા 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી હતી. અભ્યાસ કરતા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે મૃતક યુવક ધેવત પંડ્યા CAના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.
આ પણ વાંચો
આજથી 5 દિવસ સાવધાન ગુજરાતીઓ, રેઈનકોર્ટ પહેરીને જ બહાર નીકળજો, મેઘો મુશળધાર મંડાશે, જાણો નવી આગાહી
બીજી ઘટનામાં 47 વર્ષીય રમેશભાઈનું હોર્ટ એટેકથી મોત
રાજકોટમાં 28 મે નાં દિવસે બીજી હાર્ટ એટેકની ઘટના સામે આવી હતી. જેમાં 47 વર્ષીય રમેશભાઈ મેણંદભાઈ હુંબલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ચારધામની યાત્રા પૂર્ણ કરી પરત ફરતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનો સાથે ચારધામની યાત્રા કરવા મૃતક ગયા હતા.