વૈષ્ણવ સંપ્રદાયનો ખુબ જ જાણીતો-માનીતો અને પુજનીય ચહેરો હવે આ દુનિયામાં નથી રહ્યો. જેના કારણે વૈષ્ણવ સંપ્રદાયમાં ચારેકોર શોકનું મોજું ફરી વળ્યું છે. વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પિઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજીએ આજે સ્વર્ગધામ સીધાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બિમાર હતા. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજનું આજે સવારે 11.45 કલાકે નિધન થયુ છે. તો વળી વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને શ્રી યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
વિગતો મળી રહી છે તે પ્રમાણે વાત કરીએ તો ચાર વેદ, સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદયની કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરવામાં આવી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત પણ છે. તાજેતરની જ વાત કરીએ તો તેમના નેતૃત્વમાં રાજસ્થાન સ્થિત કાંકરોલી મંદિર ઉપરાંત મથુરા , ગોકુળ , જતીપુરા , અદાવાદના રાયપુરનું , આંણદનું તેમજ વડોદરા ખાતે આવેલ બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતના 132 જેટલાં મંદિર છે.
મનીષ સિસોદિયા એટલે અડધી દિલ્હી સરકાર! હવે 2024માં AAPની નૈયા કોણ હંકારશે, કેજરીવાલ બરાબરના ભીંસાયા
પ.પૂ. ડો. વાગીશકુમાર તથા વૈષ્ણવાચાર્ય પ.પૂ. દ્વારકેશલાલજીના પિતા વ્રજેશકુમાર વૈષ્ણવાચાર્યની થોડા દિવસ પહેલા જ તબિયત ખરાબ હતી અને આ વિશે પુત્ર ડો.વાગીશકુમારજી દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ‘, ‘છેલ્લા થોડા દિવસથી પૂજ્યશ્રીની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર મળતા તેમની નાજુક તબિયતમાં સુધારો આવ્યો છે. જો કે આજે તેમનું અવસાન થતાં સમગ્ર ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયમાં શોકની લાગણી જોવા મળી રહી છે.