બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની તા.૧૮મી જૂને યોજાનાર મુખ્ય પરીક્ષા મોકૂફ

Lok Patrika Desk
By Lok Patrika Desk
tat exam
Share this Article

શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હતી.

tat exam

હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોરે જણાવ્યું છે.

આ પણ વાંચો

આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.


Share this Article
TAGGED: , ,