World News: ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનો એક ડિપફેક વીડિયો વાયરલ થયો છે. હવે તેણે આ માટે વળતરની માંગ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કથિત એડલ્ટ વીડિયો અપલોડ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન દ્વારા આરોપી સુધી પહોંચી હતી. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે 40 વર્ષીય વ્યક્તિએ તેના 73 વર્ષીય પિતા સાથે મળીને આ વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો. હાલ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
એક અહેવાલ મુજબ, બંને શકમંદો પર માનહાનિનો આરોપ છે, જેના માટે તેમને ઈટાલીના કાયદા હેઠળ અટકાયતમાં લઈ શકાય છે. ફરિયાદ પક્ષ અનુસાર આ ડીપફેક વીડિયો 2022નો છે. જ્યોર્જિયા મેલોની પીએમ બનતા પહેલા તેને એડલ્ટ સાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને ‘લાખો વખત’ જોવામાં પણ આવ્યો છે.
ઈટાલીના પીએમ મેલોની 2 જુલાઈએ સાર્દિનિયન શહેરની કોર્ટમાં આ કેસમાં જુબાની આપશે. મેલોનીએ આ મામલે 1 લાખ યુરોનું વળતર માંગ્યું છે. મેલોનીની કાનૂની ટીમના જણાવ્યા અનુસાર આ વળતર પ્રતીકાત્મક છે. મેલોનીના વકીલ મારિયા ગિયુલિયા મેરોન્ગીયુના જણાવ્યા અનુસાર વળતરની માંગનો ઉદ્દેશ્ય ‘આ પ્રકારની સત્તાના દુરુપયોગનો ભોગ બનેલી મહિલાઓને સંદેશ મોકલવાનો છે’ જો તેનો દાવો સફળ થશે, તો તે પુરૂષ હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે એક ફંડમાં રકમ દાન કરશે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
ડીપફેક એ એડિટેડ વિડિયો છે જેમાં એક વ્યક્તિનો ચહેરો બીજાના ચહેરા સાથે બદલવામાં આવે છે. ડીપફેક વીડિયો એટલા સચોટ હોય છે કે તેને સરળતાથી ઓળખી શકાતા નથી. ડીપફેક્સ વિડિયો અને ઈમેજ બંનેના રૂપમાં હોઈ શકે છે.