Politics News: દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી વિરુદ્ધ ગૃહમંત્રી અમિત શાહના વીડિયોને એડિટ કરીને ખોટી રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ કાર્યવાહી કરી છે. પોલીસે રેડ્ડીને હાજર થવા જણાવ્યું છે. આરોપ છે કે તેલંગાણાના સીએમએ અમિત શાહના વીડિયો સાથે છેડછાડ કરી હતી. ગૃહમંત્રીએ બીજું નિવેદન આપ્યું હતું, જે અન્ય કોઈ નિવેદન સાથે જોડાયેલું હતું અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. સમન્સની સાથે પોલીસે તેલંગાણાના સીએમને તે ફોન પણ સાથે લાવવા કહ્યું છે કે જેનાથી તેમણે ગૃહમંત્રીનો વીડિયો શેર કર્યો હતો.
દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને નોટિસ પાઠવીને પૂછપરછમાં સામેલ થવા બોલાવ્યા છે. 1 મેના રોજ સીએમને આપેલી નોટિસ મુજબ દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમને તપાસ માટે બોલાવ્યા છે. દિલ્હી પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગૃહમંત્રીના વીડિયોના મામલામાં, વીડિયોને ખોટી રીતે એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં જે કોઈ સામેલ હશે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં કુલ પાંચ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ યાદીમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીનું નામ પણ છે. હાલના કિસ્સામાં ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી પોલીસને ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નકલી વીડિયો અંગે માહિતી આપવામાં આવી હતી. શનિવારે પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એફઆઈઆરમાં આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમો ઉમેરી હતી. આ નકલી વીડિયોમાં અમિત શાહ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત ક્વોટા નાબૂદ કરવાની હિમાયત કરતા જોવા મળે છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના ડીસી સિંકુ શરણ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “સમુદાયો વચ્ચે વિસંગતતા ઉભી કરવાના ઈરાદાથી” સોશિયલ મીડિયા પર મોર્ફ કરેલ વિડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, જેનાથી જાહેર શાંતિ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ વિડિયોની અધિકૃતતા સામે વાંધો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટપણે તેની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી રેલી દરમિયાન શાહના મૂળ નિવેદનોને વિકૃત કરવા માટે વિડિયોમાં છેડછાડ કરવામાં આવી છે.