દિલ્હી બન્યું ઠંડુગાર, ઠંડી અને ધુમ્મસનો બેવડો હુમલો, 3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન, ટ્રેનો અને વાહનોની સ્પીડ થંભી ગઈ

Desk Editor
By Desk Editor
Share this Article

National Weather: દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે ધુમ્મસ અને ઠંડીનો બેવડો ફટકો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આજે અને આવતીકાલે દિલ્હી-NCR માટે યલો વિન્ટર એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે થોડા દિવસો સુધી સવારે અને સાંજે ધુમ્મસ ચાલુ રહેશે. આજે દિલ્હીમાં શિયાળાની આ સિઝનની સૌથી ઠંડી સવાર છે.

હવામાન વિભાગ અનુસાર, દેશની રાજધાની દિલ્હી આજે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી હતી. ધુમ્મસને કારણે દિલ્હી-NCRના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી નહિવત છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી સ્થિતિ એવી જ રહેવાની છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. IMD એ 13 જાન્યુઆરી, શનિવારે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. આજે આ શિયાળાની મોસમની સૌથી ઠંડી સવાર સફદરજંગમાં 3.6 તાપમાન નોંધાયું હતું.

ફ્લાઇટ સેવા પણ ખોરવાઈ

શનિવાર, 13 જાન્યુઆરીએ સવારે દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ અને ગાઢ ધુમ્મસની સંભાવના છે. 24 આંતરરાષ્ટ્રીય પ્રસ્થાનોમાં વિલંબ થયો હતો. ધુમ્મસને કારણે 104 ફ્લાઇટ્સ પ્રભાવિત, 24 આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન વિલંબિત. 32 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી અને 6 કેન્સલ થઈ. અને 16 આંતરરાષ્ટ્રીય આગમનમાં વિલંબ થયો હતો.

26 સ્થાનિક આગમન વિલંબિત, દિલ્હી એરપોર્ટ પર શનિવારે સવારે 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું. આ સિવાય રનવે પર સાધારણ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે ફ્લાઈટ્સની વિઝિબિલિટી પર કોઈ અસર થઈ નથી.

દિલ્હી દારૂ કેસમાં અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ, EDએ ફરી પૂછપરછ માટે બોલાવ્યા, શું આ વખતે કેજરીવાલ જશે?

VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન

VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

મુંબઈ સીએસએમટી-અમૃતસર એક્સપ્રેસ સહિત દિલ્હી પહોંચવામાં ઘણી ટ્રેનો મોડી પડી હતી, જે રાષ્ટ્રીય રાજધાની પહોંચવામાં 4 કલાક મોડી પડી હતી. અન્ય વિલંબિત ટ્રેનોમાં દક્ષિણ એક્સપ્રેસ, માલવા એક્સપ્રેસ, ખજુરાહો-કુરુક્ષેત્ર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.


Share this Article