Dhirendra Shastri: આજે રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર છે. આયોજકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. દિવ્ય દરબારમાં 12 સ્થળો પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્ય દરબારમાં પ્રવેશવા માટે 10 પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. 1 લાખ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી શક્યતાઓ છે. પરંતુ એ પહેલા બાબાનો લૂક અને પાસ વાયરલ થતાં સવાલો ઉભા થઈ રહ્યા છે.
રેસકોર્સ મેદાનમાં કાર્યક્રમ સ્થળે 20 હજાર ખુરશી અને 1 હજાર સોફાની વ્યવસ્થા કરાઈ છે. આજે બાબાના કાર્યક્રમમાં 3 હજાર સ્વયંસેવકોની ટીમ પણ તૈનાત રહેશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. એક બાજુ લોકો ભારે તાપમાં પાસ લેવા કલાકોથી બેઠા છે, તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના પાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આજે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા. સ્વામિનારાયણ મંદિરમાં હાજર સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. જે બાદ બાબાએ સંતો સાથે વાતચીત પણ કરી હતી. પાસના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. વીઆઇપી બાબામાં વીઆઈપી કલ્ચર જોવા મળ્યું છે. રાજકોટના દિવ્ય દરબાર માટે VIP અને VVIP પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ પાસ હાઈ પ્રોફાઈલ લોકો માટે ઈસ્યુ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ વાતને લઈ હોબાળો મચી ગયો છે