મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલે BKC પોલીસ સ્ટેશનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ FIR નોંધાવી છે. જે મુજબ ફોન કરનારે પોતાની ઓળખ વિક્રમ સિંહ તરીકે આપી હતી. આરોપીએ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે તેણે સ્કૂલની અંદર ટાઈમ બોમ્બ લગાવ્યો હતો, ત્યારબાદ તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. મળતી માહિતી મુજબ મામલો આગલા દિવસ એટલે કે મંગળવારનો છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. કોલ કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન કરનારે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. થોડી જ વારમાં શાળાએ સ્થાનિક પોલીસને જાણ કરી. જે બાદ તરત જ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની એક ટીમને સ્કૂલ કેમ્પસમાં મોકલવામાં આવી હતી. જ્યાં સર્ચ બાદ પરિસરને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું.
શાળાની ફરિયાદના આધારે, BKC પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કૉલર વિરુદ્ધ IPCની કલમ 505 (1) (b) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે આ દરમિયાન, મુંબઈ પોલીસે કહ્યું કે તેઓએ ફોન કરનારને શોધી કાઢ્યો છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેમાં એક અજાણ્યા ફોન કરનારે હોસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
2022ના ઓક્ટોબર મહિનામાં બપોરે 12 કલાક 57 મિનિટ પર તે સમયે હડકંચ મચી ગયો જ્યારે શહેરની એક હોસ્પિટલને ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. મુંબઈ પોલીસે આપેલા નિવેદન પ્રમાણે મામલો સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Sir HN Foundation Hospital) સાથે જોડાયેલો હતો. હોસ્પિટલના લેન્ડલાઇન પર અચાનક ફોન આવ્યો. કોલ કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.
પોલીસ પ્રમાણે કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રો પ્રમાણે કોલરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ જાનથી મારવાની ધમકી આપી. પોલીસે કહ્યું કે આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી લેવામાં આવ્યો હતો. આ પહેલા પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલના લેન્ડ લાઇન પર કોલ આવ્યો હતો અને કોલરે અંબાણી પરિવારને ધમકી આપી હતી. આ મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ઓગસ્ટ મહિનામાં દેશની આર્થિક રાજધાની મુંબઈની જાણીતી લીલા હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં 5 કરોડની માંગ કરનાર બે શંકાસ્પદોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ મામલામાં હોટલમાં કોલ કરી પાંચ કરોડની માંગ કરવામાં આવી હતી. બાદમાં ત્રણ કરોડની માંગ કરવામાં આવી હતી. ફોન પર એક વ્યક્તિએ ધમકી આપી હતી કે બ્લાસ્ટે તે માટે હોટલ તંત્રને પાંચ કરોડ આપવાનું કહ્યું હતું.