તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોરાવીરા ખાતે સિંધુ સંસ્કૃતિ ના અવશેષો ધરાવતા ધોરાવીરા ની સાઈટ પર આવેલ મ્યુઝિયમ તથા અન્ય રુમો કે જેમાં પ્રવાસીઓ ને જોવા મળે તે માટે સાઈડ શો લેઝર શો તથા સિંધુ સંસ્કૃતિના દર્શન કરાવતી ફીલ્મ શો સહિતના ઉપકરણો ચાલે છે. એવી આ ધોરાવીરાના મ્યુઝિયમના પીજીવીસીએલના બાકી વિજ બીલની રકમ 46000/= થી વધુ બાકી રહેતા રાપર તાલુકાના બાલાસર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
આ અંગે બાલાસર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર અશોક ભાઈ ગામિતે વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ધોરાવીરા પ્રવાસન નિગમ હસ્તે આવે છે ત્યારે વીજ બિલની રકમ બાકી રહેતા જોડાણ કાપી નાખવામાં આવેલ એક તરફ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર બણગા ફૂંકી રહી છે. ધોરાવીરામા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવામાં આવશે.
રેલ્વેથી જોડાશે રાપર ધોરાવીરાને ઈન્ટરનેશનલ લેવલનો માર્ગ બનાવવામાં આવશે ખડીરના તમામ વિસ્તારોમાં વિવિધ જોવાલાયક સ્થળોનો વિકાસ કરવામાં આવશે. એ રીતેની જાહેરાત દર વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અંદાજ પત્ર મા જાહેરાત કરવામાં આવે છે.
ગે રિલેશનશિપ વિશે RSS નેતાએ નિવેદન આપતા ચારેકોર ભડકો થયો, કહ્યું- રાક્ષસો કરતા હત આવું…
ગુજરાત પર ભગવાન બરાબરના નારાજ, ફરી એકવાર કમોસમી વરસાદની ઘાતક આગાહી, આ વિસ્તારમાં પુર આવે એવો ખાબકશે
પરંતુ હજુ સુધી વર્લ્ડ હેરિટેજ સિવાય કોઈ સુવિધા ઉપલબ્ધ નથી થઈ તાજેતરમાં જી 20 નું ડેલિગેટ આવેલ મુલાકાત લીધી હતી અને ધણા લાંબા સમયથી વિજ બિલો બાકી છે ત્યારે વીજ જોડાણ કપાઈ ગયા છે. ત્યારે પ્રવાસન નિગમ સામાન્ય વિજ બિલો ભરી શકતા નથી તો અન્ય વિકાસ કેમ થશે તે ચર્ચા એ જોર પકડ્યું છે.