Gujarat news: દિલ્હી અને બરોડા સહિત દેશના પાંચ શહેરોમાં સીબીઆઈના દરોડા પાડવામા આવ્યા હતા જેમાં મોટા મોટા કૌભાંડીના નામો અને લાંચ સામે આવ્યા છે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે બી સિંઘ સહિત પાંચ વ્યક્તિ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયા છે. હાલમાં આ મુદ્દાની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.
ખેડૂતોને મોજ આવી ગઈ, અંબાલાલ બાદ હવામાન વિભાગે પણ અનરાધાર વરસાદની આગાહી કરી, જાણો તારીખ અને વિસ્તાર
ઉલ્લેખનીય છે કે સીબીઆઈના સુપર ઓપરેશનમાં બરોડાની એડવાન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડાયરેક્ટર સુરેન્દ્રકુમાર પણ સીબીઆઈના હાથે ઝડપાયા છે. સાથે સાથે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ લેવા લાંચ માગી હતી એ પણ ખુલાસો થયો છે. સીબીઆઈમાં ફરિયાદ થતાં ગેઇલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત પાંચની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.