હવામાન વિભાગની ડરામણી આગાહી, આજે જુનાગઢમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવશે, અનેક જિલ્લામાં વરસાદની વકી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News  : ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ જ ન લેતા હોય તેમ એક પછી એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની  આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક વિસ્તારોમાં  ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે, તો ક્યાય હળવા અને ક્યાય માધ્યમ વરસાદના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.

 

દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. બીજી બાજુ આજે દાહોદ, મહેસાણા,મહીસાગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે. પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

૧ ઓગસ્ટથી વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. તે જ રીતે 2 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર,  મહીસાગર, પંચમહાલ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અરવલ્લી, દાહોદ, સાબરકાંઠામાં વરસાદ પડશે. વધુમાં 3 ઓગસ્ટના રોજ વલસાડ, તાપી, ડાંગ,  સુરત, નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી

હવે રસ્તા પર ખાસ સાવચેત રહેજો! જો ટ્રાફિકનો આ નિયમ તોડ્યો તો મેમો ફાટશે અને સીધા ખાતામાંથી પૈસા કપાશે


Share this Article
TAGGED: ,