નવા સમાચાર સામે આવી રહ્યા છે કે વડોદરામાં 3 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. 26 મે બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સેવકો વડોદરા આવશે અને અહીં અનોખો દિવ્ય દરબાર જામવા જઈ રહ્યો છે. બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે આયોજક કમલેશ પરમારે કહ્યું કે મેં મહારાષ્ટ્રના મીરા રોડ અને અંબરનાથ ખાતે દિવ્ય દરબારમાં હાજરી આપી હતી. જે બાદમાં વડોદરામાં દિવ્ય દરબારનું આયોજન કરવાનું વિચાર્યું હતું.
કમલેશ ભાઈએ આગળ વાત કરી કે શહેર ભાજપની ટીમે સહયોગ આપવાની મને ખાતરી આપી છે અને મને પણ અનોખી હિંમત મળી છે. 3 જૂનના રોજ સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે એવી પણ આશા છે.
આ પણ વાંચો
RBI: 2000 પછી હવે 100, 200, 500 રૂપિયાની નોટો વિશે મહત્વના સમાચાર, RBIએ આપી મોટી માહિતી
2000 Notes Ban: 2000ની નોટને લઈ આ 15 સવાલ જવાબ તમારે જાણવા જ જોઈએ, બધી જ મુંઝવણ છૂમંતર થઈ જશે
પહેલા અત્યાર સુધી એવી જ વાતો હતી કે બાબા બાગેશ્વરના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર ભરાશે. જોકે, હવે આમાં વડોદરાનું નામ પણ ઉમેરાયું છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજશે અને લોકોના પ્રશ્નોના સમાધાન કરવા જઈ રહ્યા છે.