World News: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ તેના પતિ જેરેડ કુશનર સાથે ઇઝરાયેલ પહોંચી છે, જ્યાં તે 7 ઓક્ટોબરના હુમલાથી પ્રભાવિત લોકોને મળ્યા હતા. મળતી માહિતી મુજબ, ઇવાન્કા અને તેનો પતિ ગુરૂવારે (21 ડિસેમ્બર) ઇઝરાયેલમાં હતા, તે દરમિયાન ઇવાન્કાએ ગાઝા પટ્ટી પાસે કિબુત્ઝ શહેરની મુલાકાત લીધી હતી. હમાસે 7 ઓક્ટોબરે કિબુત્ઝ શહાપ પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા.
As I depart from Israel, my heart fills with a mix of sorrow and hope.
Witnessing the aftermath of the October 7th terrorist attack, I heard heart-wrenching stories from victims, families, soldiers, and first responders. Their strength amid the despair was profoundly moving and… pic.twitter.com/fI73Zpfuq8
— Ivanka Trump (@IvankaTrump) December 21, 2023
ઇવાન્કા ટ્રમ્પના પતિ જેરેડ કુશનરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં ઇઝરાયેલમાં તેમના આગમનની માહિતી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું, “7 ઓક્ટોબરના અસંસ્કારી અને અકથ્ય કૃત્યોની લાંબા સમય સુધી ચાલતી અસરોને આપણી પોતાની આંખોથી જોવી મહત્વપૂર્ણ છે.”
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
કુશનરે જણાવ્યું હતું કે તે અને તેની પત્ની, ઇવાન્કા ટ્રમ્પ, અપહરણ કરાયેલા લોકોના પરિવારોને મળ્યા હતા, જેમાંથી કેટલાક હજુ પણ ગાઝામાં છે. તેમણે કહ્યું, “અમે ઘણા રાજકીય નેતાઓને મળ્યા જેઓ આ મુશ્કેલ સમયમાં સ્થાનિક લોકોની મદદ કરી રહ્યા છે.” ઇવાન્કા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું કે આ લોકોનો નિર્ધાર અમને યાદ અપાવે છે કે અંધકારમાં પણ હંમેશા આશા અને ભલાઈ હોય છે.