ભજીયા, ગાંઠિયા અને હમેશા તળેલું ખાવા માટે તલપાપડ રહેતાં લોકો હજુ સમય છે સુધરી જજો, નહીંતર અફ્સોસ સિવાય કંઇ નહીં બચે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Life style : આપણે ઘણીવાર એવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ કે હૃદય એક ધબકારો ચુકી ગયું. હવે એવુ લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. હવે નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોથી એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય.

કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા ઢળી જાય છે, જેનું કારણ તપાસી ત્યારે માલૂમ પડે છે કે, હૃદયરોગના અચાનક હુમલાથી આ મૃત્યુને ભેટ્યો છે. વર્તમાનમાં વધતા હોર્ટ એટેકના બનાવને લઈ પદ્મશ્રી કોર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ સાથે ખાસ વાતચીત કરી છે. હર્દય સંબંધિત મનમાં ખુચતા કેટલાક સવાલોનો જવાબ મેળવ્યા છે.

બહારના ખોરાકમાં શું રોટલી-શાક અને દાળ-ભાત પણ ન ખાવા જોઈએ?

ડો. તેજસ પટેલના અનુભવ મુજબ રોટલી-શાક અને દાળ-ભાતએ ઘરનું ખાઓ કે બહારનું જેમાં બહુ ફરક હોતો નથી, પરંતુ પ્રોબ્લેમ બે વસ્તુનો છે 1. સિમ્પલ સુગર 2. ટ્રાન્સ ફેટ આ બે વસ્તુથી ચરબી જામવાની પ્રક્રિયાને ફાસ્ટ કરે છે.

 

ટ્રાન્સ ફેટનું પ્રમાણ ક્યારે વધે?

જ્યારે તમે ભજીયા તળેલા ખાઓ છો, ત્યારે જે પહેલા ઘાણના બનેલા હોય છે તેમાં પણ નુકસાન થાય પરંતુ ઓછું થાય છે. એકનું એક તેલ ફરીથી વપરાય છે, ત્યારે ટ્રાન્સ ફેટનું પ્રમાણ ડુપ્લીકેશન અને ટ્રીપ્લીકેશન થાય છે.  વધુમાં ડો. જણાવ્યું કે, આપણે બધા ફૂડમાં પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ તેમાં આ મુશ્કેલી ઉભી થાય છે. આપણે અન્ન પોલિસ વસ્તુ ખાઈએ તેમાં આ તકલીપ ઓછી થાય. દરેક બહારની વસ્તુમાં પેજરવેટીવ હોય છે જે નુકસાનકરાક હોય છે.

 

 

 


Share this Article