Cyclone Biporjoy LIVE Update: દ્વારકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે બિપોરજોય વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. વાવાઝાડાને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે.
પ્રાપ્ય વિગતો અનુસાર સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા પણ છે. જો કે એ તો હવે સમય જ બતાવશે કે સંકટ કેવું આવે છે. પરંતુ આજે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે જે વાતની ચારેકોર ચર્ચા છે.
‘બિપરજોય’ વાવાઝોડાએ ભલભલાના ધબકારા વધારી દીધા, 6 જિલ્લામાં સૌથી વધારે ઘાતક ખતરો, મેઘરાજા તૂટી જ પડશે
વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ માહિતી
જો કે આ વાત નવી નથી, કારણ કે તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે.