આણંદ કલેક્ટરનો રંગીન મિજાજ જાણીને નાયબ મામલતદારે પ્લાન બનાવ્યો, મહિલાને તૈયાર કરી કેમેરા ગોઠવી વીડિયો બનાવ્યો, પછી…

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: 2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવી ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં જ એક મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. હવે આ વીડિયો અને મહિલા વિશે ખતરનાક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આણંદ કલેક્ટરની કામલીલા કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવા મામલે ત્રણ અધિકારીની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે.

આ નવા ખુલાસા વિશે વિગતો મળી રહી છે કે આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે ડી.એસ.ગઢવીને સતત બ્લેકમેઇલ કરતા હતા. જે.ડી પટેલ નાયબ મામલતદાર તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા હતા. કલેક્ટર કચેરીમાં ADM કેતકી વ્યાસ નાયબ મામલતદાર જે.ડી પટેલ એટલે કે જયેશ પટેલની મિલીભગતથી બિન ખેતીની ફાઇલોમાં વ્યવહાર અંગે અરજદાર પાસે રૂપિયા વસૂલતા હતા. તેની જાણ કલેક્ટર ડી.એસ ગઢવીને થતા આરોપીઓએ કલેક્ટરને બ્લકમેલ કરવા માટે કારસો રચ્યો હતો. નાયબ મામલતદાર જે.ડી પટેલ કલેક્ટર દિલીપ ગઢવી (ડી.એસ ગઢવી)ની ખૂબ જ નજીક હતા અને તેથી તેઓ જાણતા હતા કે કલેક્ટર રંગીન મિજાજના છે.

બસ ગઢવી સાહેબના આ મિજાજનો લાભ લઈ કેતકી વ્યાસ અને જે.ડી પટેલે સમગ્ર પ્લાન કરી લીધો. જે.ડી પટેલે તેના મિત્ર હરેશ ચાવડાની મદદથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવવામાં આવ્યા હતા. જે બાદ આ કેમેરાના કોઈને ખબર ન પડે તેવી રીતે કલેક્ટરની ચેમ્બરમાં ગોઠવી દીધા. બાદમાં તેઓએ જાન્યુઆરી મહિનામાં વીડિયોનું રેકોર્ડિંગ કર્યું હતું. જે બાદ આરોપીઓ કલેક્ટર ડી.એસ. ગઢવીને બ્લેકમેલ કરી આર્થિક લાભ મેળવતા હતા. કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ કામ કઢાવવા દબાણ કરતા હતા. વીડિયો ઉતારી કલેકટરને ફાઈલો ઉપર સહી કરવા બ્લેકમેલ કરતા હતા. વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનું હવે સામે આવ્યું છે.

RBI બેંકે બનાવ્યો નવો નિયમ, લોન લેનારાને હવે બખ્ખાં જ બખ્ખાં, મોટી મુસીબતમાંથી મળી ગયો એક ઝાટકે છૂટકારો

જો તમે પણ શનિ-રવિ ક્યાંય ફરવાનો પ્લાન કરતા હોય તો પહેલા હવામાન વિભાગનું સાંભળી લેજો, મેઘરાજા ધબધબાટી બોલાવશે

અંબાલાલ પટેલની સાવ નવી જ આગાહી, કહ્યું- હવે માખીનો ત્રાસ વધશે, બધા ત્રાહિમામ પોકારશે, જાણો આવું કેમ?

ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવા મામલે ગુજરાત ATS ફરિયાદી બન્યું છે. ATSના PI જે.પી.રોજીયાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પૂછપરછમાં કારસ્તાન સામે આવતા ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને IT એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. આ કેસની તપાસ જિલ્લા પોલીસ વડાએ આણંદ LCBને સોંપી છે. આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly